Atmadharma magazine - Ank 268
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 27 of 55

background image
: ૨૪ : આત્મધર્મ : માહ : ૨૪૯૨
ન કરે;–આવા સ્વભાવને જાણે તો, કોઈ સંયોગથી પોતામાં કે પોતાથી પરમાં
ફેરફાર થવાની બુદ્ધિ છૂટી જાય, ને સ્વદ્રવ્ય સામે જોવાનું રહે, એટલે મોક્ષમાર્ગ
પ્રગટે.
પાણી પહેલાં ઠંડું હતું, ચૂલા ઉપર આવતાં ઊનું થયું, ત્યાં તે રજકણોનો
જ એવો સ્વભાવ છે કે એક અવસ્થારૂપે કાયમ તેની સ્થિતિ ન રહે, તેથી તે
પોતાના સ્વભાવથી જ ઠંડી અવસ્થા છોડીને ઊની અવસ્થારૂપ પરિણમ્યા છે,
આમ સ્વભાવને ન જોતાં, અજ્ઞાની સંયોગને જુએ છે કે અગ્નિ આવી માટે
પાણી ઊનું થયું. અહીં આચાર્યદેવે ચાર બોલથી સ્વતંત્ર વસ્તુસ્વરૂપ સમજાવ્યું
છે, તે સમજે તો ક્્યાંય ભ્રમ ન રહે.
એક સમયમાં ત્રણ કાળ–ત્રણ લોકને જાણનારા સર્વજ્ઞ પરમાત્મા
વીતરાગ તીર્થંકરદેવની દિવ્ય વાણીમાં આવેલું આ તત્ત્વ છે, તે સંતોએ પ્રગટ
કર્યું છે.
બરફના સંયોગથી પાણી ઠંડું થયું ને અગ્નિના સંયોગથી પાણી ઊનું
થયું એમ અજ્ઞાની દેખે છે, પણ પાણીના રજકણમાં જ ઠંડી–ઊની અવસ્થારૂપે
પરિણમવાનો સ્વભાવ છે તેને અજ્ઞાની દેખતો નથી. ભાઈ! અવસ્થાની
એકરૂપે સ્થિતિ ન રહે એવું જ વસ્તુનું સ્વરૂપ છે. વસ્તુ કૂટસ્થ નથી પણ વહેતા
પાણીની માફક દ્રવે છે–પર્યાયને પ્રવહે છે; તે પર્યાયનો પ્રવાહ વસ્તુમાંથી આવે
છે, સંયોગમાંથી નથી આવતો. ભિન્ન પ્રકારના સંયોગને કારણે અવસ્થાની
ભિન્નતા થઈ, કે સંયોગ બદલ્યા માટે અવસ્થા બદલી–એમ અજ્ઞાનીને ભ્રમ
થાય છે, પણ વસ્તુસ્વરૂપ એમ નથી. અહીં ચાર બોલથી વસ્તુનું સ્વરૂપ
એકદમ સ્પષ્ટ કર્યું છે.
૧. પરિણામ તે જ કર્મ છે.
૨. પરિણામી વસ્તુના જ પરિણામ છે, અન્યના નહિ.
૩. તે પરિણામરૂપી કર્મ કર્તા વગરનું હોતું નથી.
૪. વસ્તુની સ્થિતિ એકરૂપે રહેતી નથી.
–માટે વસ્તુ પોતે જ પોતાના પરિણામરૂપ કર્મની કર્તા છે. એ સિદ્ધાંત છે.