Atmadharma magazine - Ank 268
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 28 of 55

background image
: માહ : ૨૪૯૨ આત્મધર્મ : ૨૪અ :
આ ચાર બોલમાં તો ઘણું રહસ્ય સમાવી દીધું છે. એનો નિર્ણય કરતાં
ભેદજ્ઞાન થાય, ને દ્રવ્યસન્મુખદ્રષ્ટિથી મોક્ષમાર્ગ પ્રગટે.
પ્રશ્ન:– સંયોગ આવે તે પ્રમાણે અવસ્થા બદલાતી દેખાય છે!
ઉત્તર:– એ સાચું નથી; વસ્તુસ્વભાવને જોતાં એમ દેખાતું નથી, અવસ્થા
બદલવાનો સ્વભાવ વસ્તુનો પોતાનો છે–એમ દેખાય છે. કર્મનો મંદ ઉદય માટે
મંદરાગ ને તીવ્ર ઉદય માટે તીવ્ર રાગ–એમ નથી, અવસ્થા એકરૂપ ન રહે પણ
મંદ–તીવ્રપણે બદલાય એવો સ્વભાવ વસ્તુનો પોતાનો છે, તે કાંઈ પરને લીધે
નથી.
ભગવાન પાસે જઈને પૂજા કરે કે શાસ્ત્ર સાંભળે તે વખતે જુદા
પરિણામ, ને ઘરે જાય ત્યાં જુદા પરિણામ, તો શું સંયોગના કારણે તે
પરિણામ બદલ્યા? ના; વસ્તુ એકરૂપે ન રહેતાં તેના પરિણામ પલટે એવો જ
તેનો સ્વભાવ છે. તે પરિણામનું પલટવું વસ્તુના જ આશ્રયે થાય છે,
સંયોગના આશ્રયે નહિ. આ રીતે વસ્તુ સ્વયં પોતાના પરિણામની કર્તા છે–એ
નિશ્ચિત સિદ્ધાંત છે. આ ચાર બોલના સિદ્ધાન્ત પ્રમાણે વસ્તુસ્વરૂપ સમજે તો
મિથ્યાત્વના મૂળિયા ઊખડી જાય ને પરાશ્રિતબુદ્ધિ છૂટી જાય. આવા
સ્વભાવનું ભાન થતાં વસ્તુ ઉપર લક્ષ જાય છે ને સમ્યગ્જ્ઞાન થાય છે. તે
સમ્યગ્જ્ઞાનપરિણામનો કર્તા આત્મા પોતે છે. પહેલાં અજ્ઞાનપરિણામ પણ
વસ્તુના જ આશ્રયે હતા, ને હવે જ્ઞાનપરિણામ થયા તે પણ વસ્તુના જ
આશ્રયે છે.
મારી પર્યાયનો કર્તા બીજો નહિ, મારું દ્રવ્ય જ પરિણમીને મારી
પર્યાયનું કર્તા છે–એવો નિશ્ચય કરતાં સ્વદ્રવ્ય ઉપર લક્ષ જાય ને ભેદજ્ઞાન તથા
સમ્યક્ત્વ થાય. હવે તે કાળે કાંઈક રાગાદિ પરિણામ રહ્યા તે પણ આત્માનું
પરિણમન હોવાથી આત્માનું કાર્ય છે–એમ ધર્મી જીવ જાણે છે, તે અપેક્ષાએ
વ્યવહારનયને તે કાળે જાણેલો પ્રયોજનવાન કહ્યો છે. ધર્મીને દ્રવ્યનો શુદ્ધ
સ્વભાવ લક્ષમાં આવી ગયો છે એટલે સમ્યક્ત્વાદિ નિશ્ચય કાર્ય થાય છે, ને જે
રાગ