: માહ : ૨૪૯૨ આત્મધર્મ : ૨૫ :
વાંચકો સાથે વાતચીત
(હજારો જિજ્ઞાસુઓ આત્મધર્મનું પઠન કરે છે, તેમની સાથે સીધો સંપર્ક રહે અને જિજ્ઞાસુઓ
એકબીજાના વિચારોથી પરિચિત રહે તે હેતુથી આ વિભાગ ચાલુ કરીએ છીએ. જિજ્ઞાસુઓના જે પત્રો આવે છે
તેમાંથી યોગ્ય ભાગ અહીં રજુ કરીશું, તેમજ જિજ્ઞાસુઓના પ્રશ્નોત્તરને પણ યથા અવકાશ સ્થાન આપીશું. બધા
પ્રશ્નોની નહિ પરંતુ આત્મધર્મને માટે યોગ્ય લાગશે તેટલા પ્રશ્નોની જ ચર્ચા આ વિભાગમાં કરશું. –સં.)
શ્રી કાન્તિલાલ ઈશ્વરલાલ શાહ: મલાડ
આત્મધર્મ પ્રત્યે લાગણી વ્યક્ત કરતો છ સૂચનો સહિત આપનો પત્ર મળ્યો.
આત્મધર્મના પ્રચાર માટે વાત્સલ્યભાવે સેવા આપવાની ભાવના આપે બતાવી
તે બદલ ધન્યવાદ.
“બાલવિભાગ” ના વિકાસ માટે આપે જે સૂચન કર્યું તે આપણી યોજનામાં છે
જ, અને આવતા અંકથી આપ તે જોઈ શકશો. મુમુક્ષુઓની જિજ્ઞાસુભાવે થતી
ચર્ચા (પ્રશ્નોત્તરી) ને પણ યથાવકાશ સ્થાન અપાય છે.
‘આત્મધર્મ’ ના વિકાસ માટે ‘જાહેર ખબર’ લેવાનો કોઈ પ્રશ્ન નથી, કેમકે
જિજ્ઞાસુ પાઠકો આત્મધર્મને પોતાનું સમજીને તેના વિકાસમાં સંસ્થાને સાથ
આપી જ રહ્યા છે.
આપણું દિ. જૈન મુમુક્ષુ મહામંડળ શ્રી સમ્મેદશિખરજી બાબતમાં રસ લ્યે તે આપે
લખ્યું; તો આ બાબત આપણા સમસ્ત દિ૦ જૈન સમાજ વતી તીર્થક્ષેત્ર કમિટિ
યોગ્ય કારવાઈ કરી જ રહી છે તેમાં આપણો સૌનો સાથ છે, તેમ જ આપણી
સંસ્થાના માનનીય પ્રમુખશ્રી ‘તીર્થક્ષેત્ર કમિટિ’ ના પણ સભ્ય છે. એટલે
કમિટિથી જુદું આપણે કંઈ કરવાનું રહેતું નથી. આપણે સમ્મેદશિખર સંબંધી
યોગ્ય રજુઆત આત્મધર્મમાં અવારનવાર કરતા રહીએ છીએ.
श्री जम्बुकुमारजी जैनः कोटा
बाल बंधु। આપની ભાષા હિન્દી હોવા છતાં આપ નાની ઉમરથી ગુજરાતી
આત્મધર્મમાં પણ રસ લઈ રહ્યા છો, તે બદલ ધન્યવાદ!
બાલવિભાગ માટે આપનું કાવ્ય મળ્યું...ભારતના સીમાડે યુદ્ધમાં લડવા જવા
માટેનું કાવ્ય આપે લખી મોકલ્યુંં...પરંતુ ભૈયા! એવું યુદ્ધકાવ્ય આપણા
અધ્યાત્મમાસિકમાં કામ ન આવે. અને હવે તો લડાઈ પણ શાંત થઈ ગઈ! માટે
મોહશત્રુ સામે લડવાની બહાદુરી પ્રગટ કરીને, તેનું કાવ્ય લખી મોકલશો, તો તે
આવકારીશું.