Atmadharma magazine - Ank 268
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 36 of 55

background image
: માહ : ૨૪૯૨ આત્મધર્મ : ૩૧ :
તે શરીરરૂપ–પૃષ્ટ નથી માનતા. જેમ જાડા વસ્ત્રથી કાંઈ શરીરની પૃષ્ટિ નથી, તેમ પુષ્ટ
શરીરથી કાંઈ આત્માની પુષ્ટિ નથી.–આ રીતે જ્ઞાની પ્રગટપણે પોતાના આત્માને દેહથી
તદ્ન ભિન્ન દેખે છે. આત્માનું શરીર તો જ્ઞાન ને આનંદમય છે, આ જડ શરીર આત્માનું
નથી. શરીર અને વસ્ત્ર તો બંને જડ છે, અને અહીં શરીર અને આત્મા તો બંનેની જાત
જ જુદી છે, આત્મા તો ચૈતન્યમૂર્તિ, ને શરીર તો અચેતનમૂર્તિ, એમ બંનેનો સ્વભાવ જ
જુદો છે. વસ્ત્રના પરમાણુ તો પલટીને કદી શરીરરૂપ થાય પણ ખરા, પરંતુ શરીર
પલટીને કદી આત્મારૂપ થાય નહિ, ને આત્મા કદી શરીરરૂપ જડ થાય નહિ; બંનેની
જાત જ અત્યંત જુદી છે. જ્ઞાની તો પોતાના આત્માને ચેતનપણે જ દેખે છે, જડશરીરને
કદી પોતાપણે દેખતા નથી. જુઓ, તદ્ન સહેલું દ્રષ્ટાંત આપીને દેહ અને આત્માનું
ભિન્નપણું સમજાવ્યું છે. વસ્ત્ર તો ઘણા બદલે પણ શરીર તો તેને તે જ રહે છે, તેમ
શરીરો અનેક બદલ્યા છતાં આત્મા તો તેનો તે જ છે. જો દેહ તે જ આત્મા હોય તો
દેહના નાશથી આત્માનો નાશ થવો જોઈએ; દેહની પુષ્ટિથી આત્માના જ્ઞાનાદિની પુષ્ટિ
થવી જોઈએ;–પણ એમ તો બનતું નથી. દેહ પુષ્ટ હોય છતાં જીવ બુદ્ધિહીન પણ હોય છે.
જેમ વસ્ત્ર ફાટી જાય તેથી શરીર તૂટી જતું નથી, કેમકે બંને જુદાં છે; તેમ શરીર તૂટે
તેથી કાંઈ આત્મા નાશ થઈ જતો નથી, કેમકે બંને જુદાં છે. માટે આત્મા દેહથી તદ્ન
જુદા જ સ્વભાવવાળો છે. આમ જ્ઞાની પોતાના આત્માને દેહથી જુદો જાણીને તેની જ
ભાવના ભાવે છે; અને આવી આત્મભાવના તે મુક્તિનો ઉપાય છે.
(વીર સં. ૨૪૮૨ અષાડ વદ ૪)
* * *
જ્ઞાની અંતરાત્મા પોતાના આત્માને દેહથી અત્યંત જુદો જાણે છે તેની આ વાત
છે. પરથી ભિન્ન જ્ઞાનાનંદસ્વરૂપ આત્માને જાણીને તેમાં એકાગ્રતા કરવી તેનું નામ
સમાધિ છે. એ સિવાય પરચીજ મારી ને હું તેનો અધિકારી–એવી જેની માન્યતા છે તેને
રાગ–દ્વેષ–મોહરૂપ અસમાધિ છે.
જેમ જાડું વસ્ત્ર પહેરવાથી મનુષ્ય પોતાને પુષ્ટ નથી માનતો, તેમ હૃષ્ટ–પુષ્ટ
યુવાન શરીરમાં રહેવાથી ધર્મી પોતાને તે શરીરરૂપે નથી માનતો; ધર્મી જાણે છે કે આ
યુવાન શરીર કે તેની ક્રિયાઓ તે હું નથી, હું તો ચૈતન્યમય આત્મા છું. જેમ જડ થાંભલો
મારાથી જુદો છે, તેમ આ દેહ પણ મારાથી જુદો છે. અજ્ઞાની મૂઢ જીવ દેહથી જુદાઈ
જાણતો નથી એટલે દેહાદિપ્રત્યેના રાગદ્વેષ છોડીને છૂટકારો થવાનો ઉપાય પણ તે
જાણતો નથી. દેહથી ભિન્ન ચૈતન્યતત્ત્વને લક્ષમાં લીધા વગર રાગાદિ છોડવા માગે તો તે
છૂટી શકે