Atmadharma magazine - Ank 268
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 35 of 55

background image
: ૩૦ : આત્મધર્મ : માહ : ૨૪૯૨
भावयेत् भेदविज्ञानं इदमच्छिन्नधारया।
तावत् यावत् परात्च्युत्वा ज्ञानं ज्ञाने प्रतिष्ठते।।१३०।।
અચ્છિન્નધારાએ આ ભેદજ્ઞાન ત્યાંસુધી ભાવવું કે જ્યાંંસુધી જ્ઞાન પરભાવોથી
છૂટીને જ્ઞાનમાં જ લીન થઈ જાય.–જુઓ, આવા ભેદજ્ઞાનવડે શુદ્ધાત્માની પ્રાપ્તિ થાય
છે. જે હજી તો એમ માને કે દેહ–વાણી તે હું છું, તેનાં કામ હું કરું છું,–તે તો દેહથી ભિન્ન
આત્માને ક્્યારે ધ્યાવે? ને તેને સમાધિ કે મોક્ષમાર્ગ ક્્યાંથી થાય? તે તો પરમાં લીન
થઈને સંસારમાં રખડે છે.
આત્મા તો સ્વપ્રકાશક જ્ઞાતા છે, આ આંખ તો જડ છે, તે આંખ કાંઈ જાણતી
નથી; આ શરીર, ઈન્દ્રિયો, મન, વચન તે બધાય જડ છે, તે કોઈ આત્મા નથી, આત્મા
તે કોઈની ક્રિયાનો કરનાર નથી, આત્મા તો પોતાના જ્ઞાન–આનંદસ્વરૂપ છે.–આ પ્રમાણે
જેના શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્રમાં પરથી ભિન્ન ચૈતન્યતત્ત્વનો સ્વીકાર છે તે જીવ મુક્તિ પામે
છે. અને પરદ્રવ્યોને એકત્વબુદ્ધિથી જે ગ્રહણ કરે છે તે સંસારમાં રખડે છે.
શરીર–મન–વાણીને જ જે પોતાનું સ્વરૂપ માને છે તેને શરીરાદિ જડથી ભિન્ન
પોતાનું જ્ઞાન–આનંદસ્વરૂપ ભાસતું નથી, એટલે શરીરાદિ ઉપરની દ્રષ્ટિથી તેને સદાય
અસમાધિ જ રહે છે. જ્ઞાની તો જાણે છે કે દેહ–મન–વાણી તે કોઈની સાથે મારે કાંઈ
લાગતું વળગતું નથી; તેનું ગમે તે થાઓ, હું તો જ્ઞાન–આનંદસ્વરૂપ જ છું–આવા
ભાનમાં ચૈતન્યસ્વરૂપના આશ્રયે ધર્મીને સમાધિ થાય છે. શરીરમાં રોગાદિ આવે કે
નિરોગી રહે તે–બંનેદશામાં હું તો તેનાથી જુદો જ છું–એમ ભિન્નતા જાણીને જ્ઞાની
પોતાના ચૈતન્યસ્વભાવની જ ભાવના કરે છે. અજીવના એક અંશને પણ પોતાનો
માનતા નથી; એટલે તે તો ચૈતન્યસ્વભાવમાં લીન થઈને મુક્તિ પામે છે. આ રીતે
ભેદજ્ઞાનને મોક્ષનું કારણ જાણીને હે જીવ! તું નિરંતર તેનો ઉદ્યમ કર.ાા ૬૧ાા
શરીરાદિ સાથે એકતાની બુદ્ધિ તે સંસારનું કારણ છે, ને શરીરથી ભિન્ન
ચિદાનંદસ્વરૂપનું યથાર્થ જ્ઞાન તે મોક્ષનું કારણ છે–એમ કહ્યું. હવે, ધર્માત્માને શરીરથી
ભિન્ન આત્માનું ભેદજ્ઞાન કેવું હોય તે દ્રષ્ટાંતથી સમજાવે છે; જેમ શરીર અને વસ્ત્ર બંને
જુદા છે, તેમ આત્મા અને શરીર બંને જુદા છે; ધર્મીને વસ્ત્રની માફક આ શરીર પોતાથી
પ્રગટ ભિન્ન ભાસે છે.–તે વાત ચાર ગાથદ્વારા બહુ સરળ રીતે સમજાવે છે–
धनेवस्त्रे यथाऽऽत्मानं न धनं मन्यते तथा।
धने स्वदेहेप्यात्मानं न धनं मन्यते बुधः।।६३।।
જેમ લોકિકમાં માણસો મોટું જાડું વસ્ત્ર પહેર્યું હોય ત્યાં પોતાને તે જાડાવસ્ત્રરૂપ નથી
માનતા; તેમ આત્મા ઉપર આ શરીરરૂપી વસ્ત્ર છે; તે જાડા શરીરથી બુધપુરુષો પોતાને