: ૪૬ : આત્મધર્મ : માહ : ૨૪૯૨
પરમપૂજ્ય ગુરુદેવ સુખશાંતિમાં બિરાજે છે. સવારના પ્રવચનમાં હાલમાં પં. શ્રી
દૌલતરામજી રચિત છહ ઢાળા વંચાય છે. બપોરે પરમાત્મપ્રકાશ વંચાય છે. સમયસાર–
કલશટીકા ઉપરનાં પ્રવચનો પૂર્ણ થતાં છહઢાળા શરૂ કરેલ છે. કળશટીકા ઉપર કૂલ..२८
પ્રવચનોદ્વારા અધ્યાત્મરસનું અલૌકિક અમૃત ગુરુદેવે મુમુક્ષુઓને પીવડાવ્યું. આ
કળશટીકાનું ગુજરાતી ભાષાંતર પણ (૪૪૦૦ પ્રત) થોડા વખતમાં છપાવી, શરૂ થશે.
હિંદીમાં પણ તેની બીજી આવૃત્તિ (૩૩૦૦ પ્રત) થોડા વખતમાં છપાશે.
જામનગરમાં મુરબ્બી શ્રી વીરજીભાઈ (૯૬ વર્ષની ઉંમર) પથારીવશ હોવાથી
તેમને ગુરુદેવના દર્શનની ખાસ ઉત્કંઠા જાગી, ને જોગાનુજોગ એ દિવસે ગુરુદેવને
વીરજીભાઈ સંબંધી સ્વપ્ન આવ્યું; વીરજીભાઈ તરફથી ગુરુદેવને જામનગર પધારી
દર્શન દેવાની વિનતિ થતાં ગુરુદેવ ચાર દિવસ જામનગર પધારેલા. ગુરુદેવના દર્શનથી
વીરજીભાઈને ઘણી પ્રસન્નતા થઈ. જામનગર તેમજ ચેલાગામના ઘણા ભાઈઓએ
ગુરુદેવનો લાભ લીધો. જામનગર જતાં વચ્ચે રાજકોટ મુકામે માનસ્તંભ તથા
સમવસરણના દર્શનથી ગુરુદેવે પ્રસન્નતા વ્યક્ત કરી હતી. પોષ વદ છઠ્ઠે ગુરુદેવ સોનગઢ
પધાર્યા.
બાહુબલી મહામસ્તકાભિષેક..આવતા વર્ષે
શ્રવણબેલગોલા (મૈસુર પ્રાન્ત) માં ઈન્દ્રગિરિ પહાડીમાં શ્રી બાહુબલી
ભગવાનના અતિ ઉન્નત ધ્યાનમય વીતરાગ પ્રતીમા કોતરેલા છે. અમુક અમુક વર્ષે આ
પ્રતિમાજીનો મહા મસ્તકાભિષેક થાય છે; છેલ્લે મહાભિષેક ઈ. સ. ૧૯પ૩ ના માર્ચ
માસમાં થયો હતો..તે વખતે દક્ષિણમાં જનારા હજારો યાત્રિકો સોનગઢ પણ આવ્યા
હતા, ને સોનગઢમાં માનસ્તંભ–પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારી ચાલતી હતી. ત્યાર પછી
આ વર્ષે માર્ચ માસમાં બાહુબલી ભગવાનનો મહાઅભિષેક થવાનો હતો, પરંતુ દેશની
પરિસ્થિતિ વશ તે અભિષેક આગામી વર્ષ ઉપર મુલતવી રાખેલ છે.
બાહુબલીસ્વામીની પ્રતિમાજી એટલા ઉન્નત છે કે ચાલુ દિવસોમાં નીચે ઊભા ઊભા
તેમના ગોઠણ સુધીનો પણ અભિષેક થઈ શકતો નથી. ટચલી આંગળી દસ ઈંચ લાંબી છે
ને પગનો અંગૂઠો ચાર ફૂટનો છે. કૂલ ઊંચાઈ પ૭ ફૂટ છે. પ્રતિમાજીનો મસ્તકાભિષેક