Atmadharma magazine - Ank 268
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 52 of 55

background image
: માહ : ૨૪૯૨ આત્મધર્મ : ૪૭ :
કરવા માટે મોટો મંચ બાંધવો પડે છે ને બીજી ઘણી તૈયારીઓ કરવી પડે છે.
ભારતભરમાંથી લાખો યાત્રિકો આ મહાઅભિષેક જોવા આવે છે; તે વખતે તો ભારતનો
ઉત્તર છેડો ને દક્ષિણ છેડો–એ બંને છેડા યાત્રિકોની હારમાળાથી જોડાઈ જાય છે.
આજથી લગભગ ૬૦૦ વર્ષ પહેલાં (ઈ. સન ૧૩૯૮માં) આ બાહુબલી
ભગવાનનો મહામસ્તકાભિષેક થવાનો શિલાલેખમાં ઉલ્લેખ છે ને ત્યાર પહેલાં એવા
સાત મહા અભિષેક થઈ ગયેલા. ત્યાર પછી બીજા ૧૩ મહાઅભિષેક ઈ. સ. ૧૯પ૩
સુધીમાં થયા. આ અભિષેકમાં મેસુર નરેશ પણ ભક્તિપૂર્વક ઉપસ્થિત રહે છે.
ઈ. સન. ૧૯૪૦ના મહા મસ્તકઅભિષેક વખતે ૧૦૦૮ કળશ નીચે મુજબ હતા:–
પ૧ સુવર્ણ કલશ. ૩૦૦ રજત કલશ. ૩૦૦ જર્મન સીલ્વર ૩પ૭ પીતળના કળશ
પ્રથમ સુવર્ણ કળશ ફલટના શેઠ કેવલચંદ ઉગરચંદજીએ રૂા. ૮૦૦૧) માં લીધો હતો; સર
શેઠ હુકમીચંદજી (ઈન્દોર) ના ભાગે સાતમો કળશ રૂા. ૨૧૦૦ ની બોલીમાં આવ્યો હતો.
૧૧૦૦રૂા. માં કળશની બોલી બોલનારા ૧૩ મહાનુભાવોમાં એક કલકત્તાના
તુલારામજી નથમલજી પણ હતા. કળશની ઉછામણીમાં કૂલ આવક રૂા. ૭૭૧૯૩ થયા
હતા. (પચીસ વર્ષ પહેલાનાં જમાનામાં) અને લગભગ પાંચ લાખ જેટલા યાત્રિકોએ
તે વખતે લાભ લીધો હતો. જવાહરલાલ નહેરુ અને અનેક અંગ્રજોએ પણ આ
પ્રતિમાની અદ્ભુતતા દેખીને આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. ગુરુદેવે સંઘસહિત બે વખત યાત્રા
કરી છે. બીજી ઘણી ઘણી આનંદકારી માહિતી કોઈવાર પ્રગટ કરીશું.
ભગવાન મહાવીરનો અઢીહજારમો નિર્વાણ ઉત્સવ
આજથી ૨૪૯૨ વર્ષ પહેલાં આ ભરતક્ષેત્રમાં અંતિમ તીર્થંકર ભગવાન મહાવીર
પરમાત્મા વિચરી રહ્યા હતા ને દિવ્યધ્વનિવડે ભવ્ય જીવોને મોક્ષમાર્ગ દેખાડતા
હતા..ભવ્યજીવોને મોક્ષમાર્ગ દેખાડીને પ્રભુજી પાવાપુરીથી મોક્ષ પધાર્યા..એને અત્યારે
૨૪૯૨ વર્ષ થયા..આઠ વર્ષ પછી એને અઢી હજાર (૨પ૦૦) વર્ષ થશે. પ્રભુએ
બતાવેલા મોક્ષમાર્ગનો મંગલ પ્રવાહ સંતજનોની પરંપરાથી અત્યારે પણ આ
ભરતક્ષેત્રમાં વહી રહ્યો છે ને ઠેઠ પંચમકાળના અંતસુધી (એટલે કે હજી ૧૮પ૦૦ વર્ષ
સુધી) એ માર્ગ ચાલ્યા કરશે. આવા મોક્ષમાર્ગપ્રદર્શક પ્રભુના મોક્ષનો દિવસ દીપાવલી
તરીકે ઉજવીને ભારતના જૈનો તેમને યાદ તો કરે જ છે. , પરંતુ આઠ વર્ષ પછી જ્યારે
૨પ૦૦ (અઢીહજાર) મો નિર્વાણદિવસ આવશે ત્યારે તે ભારતનો એક અપૂર્વ મહોત્સવ
હશે...ભારતના ખુણેખુણે ત્યારે મહાવીરના નાદ ગૂંજતા હશે. એ મહાન પ્રસંગ માટે