: ૪૮ : આત્મધર્મ : માહ : ૨૪૯૨
અત્યારથી જૈનસમાજ જાગૃત બન્યો છે...આપણે પણ ‘જાગૃત’ બનીએ ને પ્રભુએ જે
પંથ બતાવ્યો તે પંથે ઝડપી પ્રયાણ કરીને આઠ વર્ષમાં તો જેટલા બને તેટલા મહાવીર
ભગવાનની વધુમાં વધુ નજીક પહોંચી જોઈએ. (–સં)
તીર્થની સ્થાપના
ઉદયપુરમાં તીર્થરાજ શ્રી સમ્મેદશિખરજીની પ્રતિમૂર્તિ કરાવીને, તા. પ–૧૨–૬પ
ના રોજ તેની વેદીપ્રતિષ્ઠા કરવામાં આવી છે.
ગતવર્ષના (સં. ૨૦૨૧) ના કારતક માસના “આત્મધર્મ” ના અંકો (અંક નં.
૨પ૩) ની લગભગ પચાસ નકલની આત્મધર્મ કાર્યાલયને જરૂર છે; તો જેઓ ફાઈલ
ન કરતા હોય ને તે અંક આપી શકે તેમ હોય તેઓ આત્મધર્મ કાર્યાલય, સોનગઢ
(સૌરાષ્ટ્ર) એ સરનામે તે અંક મોકલી આપે એવી વિનતિ છે. તેના બદલામાં તેમને
સીમંધરભગવાનનો એક નાનો ફોટો મોકલવામાં આવશે.
વૈરાગ્ય સમાચાર
(નોંધ: જે સમાચારો સંપાદનવિભાગમાં લેખિત મળ્યા હોય તેને જ આ
વિભાગમાં સ્થાન અપાય છે. મૌખિકવાતને કે મોડા મળેલા સમાચારને સ્થાન અપાતું
નથી.)
* ફતેપુરના ભાઈશ્રી અમૃતલાલ લલ્લુભાઈ શાહ તા. ૧૬–૧૨–૬પ ના રોજ ૪પ
વર્ષની ઉમરે જીપના અકસ્માતમાં સ્વર્ગવાસ પામી ગયા; તેઓ સોનગઢ
શિક્ષણવર્ગમાં આવેલ હતા.
* શ્રી અગરસીંગ શીવુજી રાઠો (સુરેન્દ્રનગર) તેઓ ગત માસમાં સ્વર્ગવાસ
પામ્યા છે. તેઓ કોન્ટ્રાકટર હતા ને જામનગરનું ભવ્ય જિનાલય બાંધવામાં
તેમણે ઉત્સાહથી ભાગ લીધો હતો...
* ઘાટકોપરના ભાઈશ્રી ગુલાબચંદ ભગવાનજી મેઘાણીના માતુશ્રી શીવબેન તા.
૧૦–૧૨–૬પ ના રોજ ૭પ વર્ષની વયે સ્વર્ગવાસ પામી ગયા, તેઓ ગતવર્ષ
રાજકોટ પ્રતિષ્ઠા મહોત્સવમાં તથા સોનગઢ પણ આવેલા.
* ગઢડાના ભાઈશ્રી લાલચંદ ગોવિંદજી અજમેરા તા. ૧૬–૧૨–૬પ ના રોજ
સ્વર્ગવાસ પામ્યા. (બ્ર. ગુલાબચંદભાઈના તેઓ કુંટુંબી થાય)
* સ્વર્ગસ્થ આત્માઓ ધર્મસંસ્કારવડે આત્મહિત પામો–એમ ઈચ્છીએ છીએ; અને
ભાવના ભાવીએ છીએ કે આ ક્ષણભંગુર જીવનની અત્યંત કિંમતી પળો
સત્સંગમાં આત્મહિત માટે જ વીતો.