જેને અધિકતા લાગે છે તે પર–લોકને દેખતો નથી, ને પર–લોકને જે દેખતો નથી તે
સિદ્ધપદને પામતો નથી. ભાઈ, ઉત્કૃષ્ટ તો તારો આત્મા છે. વિકલ્પ આવે તે આત્માના
સ્વભાવની પ્રાપ્તિને જરાય સહેલી કરી દે–એમ બનતું નથી; વિકલ્પમાં–રાગમાં જરાય
ઉત્તમપણું નથી, સારપણું નથી. સારપણું તો પરમ બ્રહ્મ આત્મતત્ત્વમાં જ છે–એમ નક્કી
કરીને તેમાં તારી મતિને જોડ તો તે તરફ તારી ગતિ થાય એટલે કે પરિણતિની ગતિ
સ્વભાવ તરફ વળે. અજ્ઞાનીની પરિણતિ વિકાર તરફ ઝૂકે છે, કેમકે શુદ્ધાત્માને તે
અવલોકતો નથી; જ્ઞાનીની પરિણતિ શુદ્ધાત્માના અવલોકનવડે વિકારથી પાછી વળીને,
ચિદાનંદ સ્વભાવ તરફ ઝુકે છે ને પોતાના પરમ–ઉત્કૃષ્ટ પદને પ્રાપ્ત કરે છે. માટે
સ્વસંવેદન જ્ઞાનથી તારા આવા આત્માને તું જાણ–એમ ઉપદેશ છે.
અંતરના પરમ પદની પ્રાપ્તિ ક્્યાંથી થાય? પરમ ધામ એવું સિદ્ધપદ તેને ક્યાંથી
દેખાય? પરમ ધામ એવું સિદ્ધપદ તો પોતાના આત્મામાં જ છે, સિદ્ધભગવંતો
અનંતગુણધામ એવા નિજપદમાં જ સ્થિર છે.
અંતરમાં આ પરમતત્ત્વને જ વસાવ્યું છે.
પરમાત્મા જ બિરાજે છે. ‘જ્યાં હું વસું ત્યાં તું નહીં’ એટલે કે મારા જ્ઞાનમાં જ્યાં
પરમાત્મા વસ્યા ત્યાં હવે પરભાવને તેમાં સ્થાન નથી. પરમાત્મ તત્ત્વની રુચિ ને
રાગની રુચિ બંને એક સાથે રહી શકે નહિ. જે પરિણતિ અંતરમાં વળીને પરમાત્મ
તત્ત્વમાં પ્રવેશી ગઈ છે તે પરિણતિમાં પરમાત્મા વસ્યા છે; તે પરિણતિ આનંદનો
અનુભવ કરતી કરતી પરમાત્માને ભેટવા ચાલી છે.