ત્યાં હવે બીજા પાસેથી શું લેવું છે? ને બીજાને શું દેખાડયું છે? હું કંઈક વિશેષ છું–એમ
દુનિયા જાણે તો ઠીક–એવી બુદ્ધિ જ્ઞાનીને નથી. પોતાનું પદ પોતામાં જ દેખે છે, ને તેના
અવલોકનથી પોતાનું કાર્ય સાધી જ રહ્યા છે, ત્યાં લોકમાં પ્રસિદ્ધિનું શું કામ છે? ધર્મી
જાણે છે કે અમારી પરિણતિ અંતરમાં અમારું કામ કરી જ રહી છે, ત્યાં લોક જાણે કે ન
જાણે તેનાથી શું પ્રયોજન છે? બીજા વડે પોતાની મોટાઈ ધર્મી માનતા નથી. અરે,
ચક્રવર્તીપદ વડે કે ઈન્દ્રપદ વડે કાંઈ આત્માની મોટપ નથી, આત્મા પોતે જ સૌથી મહાન
પરમ તત્ત્વ છે, એવા ઉત્કૃષ્ટ પદને ધર્મી પોતામાં જ દેખે છે. ચૈતન્યના પૂર પોતામાં જ
વહે છે, આનંદના સમુ઼દ્ર પોતામાં જ ઊછળી રહ્યા છે, આવા ઉત્તમ સ્વતત્ત્વને જ્ઞાની
પોતાના અંતરમાં જ અવલોકે છે, તેથી તે જ્ઞાની પોતે ‘પર–લોક’ છે. પરમ તત્ત્વ તો
દરેક આત્મામાં છે–પણ તેનું અવલોકન કરે તે આત્મા ‘પરલોક’ છે, તે જ બ્રહ્મલોક છે.
બ્રહ્મલોક ક્્યાં આવ્યો? કે તારા આત્મામાં જ તારો બ્રહ્મલોક વસે છે. રાગ વડે જેની
પ્રાપ્તિ ન થાય, રાગ વડે જે દેખાય નહિ, રાગ વગરના અંતર્મુખ જ્ઞાન વડે જ જેની
પ્રાપ્તિ થાય, એવું બ્રહ્મસ્વરૂપ પરમતત્ત્વ તું છો. આત્મા રાગસ્વરૂપ નથી કે રાગ વડે
તેની પ્રાપ્તિ થઈ જાય; આત્મા તો જ્ઞાનસ્વરૂપ છે, જ્ઞાન વડે જ તેની પ્રાપ્તિ થાય છે.
આવા જ્ઞાન વડે તું તારા આત્માનું અવલોકન કર–જેના અવલોકનથી પરમ આનંદ
સહિત પરમ સિદ્ધપદની તને પ્રાપ્તિ થશે.
આત્મસ્વરૂપને નિર્વિકલ્પ સમાધિમાં જે દેખે છે તે પોતે પરલોક છે. અથવા, જેના ઉત્કૃષ્ટ
કેવળજ્ઞાનમાં સમસ્ત પદાર્થો દેખાય છે–અવલોકાય છે તે પરલોક છે એટલે કેવળી
પરમાત્મા તે પરલોક છે. ને કેવળી જેવો પોતાનો આત્મસ્વભાવ છે તેનું અવલોકન
કરીને તેને ઉપાદેય કરવો તે તાત્પર્ય છે. એવા ઉપાયથી જ પરમ બ્રહ્મની પ્રાપ્તિ થાય
છે. આત્માનો સ્વભાવ તે પરમ બ્રહ્મ છે અથવા સિદ્ધદશા ને કેવળજ્ઞાનદશા તે પરમ
બ્રહ્મ છે.
છે; તે મહા–જન છે, મોટો માણસ છે અથવા મહાપુરુષ છે, જગતમાં મોટો કોણ? કે
મહાન