Atmadharma magazine - Ank 269
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 14 of 40

background image
: ૧૦ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૨
એવા આત્મસ્વભાવને જે અનુભવમાં લ્યે તે જ ખરો મોટો; પૈસાથી મોટો કે ભણતરથી
મોટો કે હોદાથી મોટો–તેને ખરેખર મોટો, કહેતા નથી.
ઉત્તમ ચિદાનંદ સ્વભાવમાં જેણે મતિ જોડી છે તેની પરિણતિની ગતિ પણ તે
તરફ જ જશે. કેમ કે ‘यत्र मतिः तत्र गतिः એ નિયમ છે. ઉત્તમ સ્વભાવમાં જેણે મતિ
જોડી તેની ગતિ એટલે પરિણતિ પણ ઉત્તમ થશે, તે સિદ્ધગતિ પામશે. જેણે શુદ્ધાત્માનો
તિરસ્કાર કરીને વિકારમાં ને વિષયકષાયમાં પોતાની મતિ જોડી તે સંસારમાં ગમે
તેટલો મોટો કહેવાતો હોય તોપણ તેની ગતિ તો સંસારભ્રમણ તરફ જ છે, તેને મોટો
કહેતા નથી. મોટો તો તેને જ કહેવાય કે શુદ્ધ આત્મામાં મતિને જોડે ને પરમ સિદ્ધગતિ
તરફ ગમન કરે. પરમ સ્વરૂપનું અવલોકન કરીને તેમાં જેણે મતિને જોડી છે તે જીવ
પરલોક છે–તે જ પરબ્રહ્મ છે, પરમ બ્રહ્મસ્વરૂપ આત્માને રંગે તે રંગાઈ ગયો છે.
સ્વરૂપના રંગે રંગાયેલી એની વીતરાગ પરિણતિ સિદ્ધગતિને સાધશે. ધર્મીની મતિનો
પ્રવાહ અંતરસ્વરૂપમાં જાય છે, અજ્ઞાનીની મતિનો પ્રવાહ વિકાર તરફ જાય છે.
સ્વરૂપના રંગથી રંગાયેલી ધર્મીની પરિણતિના વહેણ પરમાત્મપદમાં પહોંચશે.
અજ્ઞાનીની પરિણતિનાં વહેણ વિકાર તરફ વળ્‌યા છે તે સંસારની ચારગતિને ઉત્પન્ન
કરશે.
અરે જીવ! રાગની રુચિએ તારા સ્વભાવના પ્રેમને લૂંટી લીધો છે; તારી મતિને
વિકારમાં જોડતાં તારા નિશ્ચય રત્નત્રય લૂંટાઈ જાય છે. ને શુદ્ધાત્મસ્વરૂપમાં તારી
મતિને જોડતાં શુદ્ધ રત્નત્રયનો વૈભવ પ્રગટ થાય છે. માટે તારી મતિને શુદ્ધાત્મામાં જોડ.
એને છોડીને બીજે ક્્યાંય તારી મતિને ન લગાવ.
જે મતિએ આત્માની કિંમત કરી તે મતિમાં શુદ્ધઆત્માની પ્રાપ્તિ થશે. જે મતિએ
વિકારની કિંમત કરી તે મતિમાં વિકારની જ પ્રાપ્તિ થશે. અરે જીવ! તને તારા
આત્માની કિંમત કરતાં ય ન આવડી! ને વિકારની કિંમત ટાંકીને તું તારા આત્માને
ભૂલ્યો! જેને જેની કિંમત લાગે તેની મતિ તેમાં જોડાય. શુદ્ધ સ્વભાવ અને પર્યાયમાં
વિકાર,–બંને વિદ્યમાન હોવા છતાં ધર્માત્માએ પોતાની મતિમાં શુદ્ધ સ્વભાવની કિંમત
ટાંકી છે, એટલે તેની પરિણતિ તેમાં જ જોડાય છે, ને તે સિદ્ધપદને સાધે છે, ને તે
અનંતા સિદ્ધભગવંતોની સાથે જઈને વસે છે.
અનંતા સિદ્ધભગવંતો એક ઠેકાણે અનંત આનંદસહિત ભેગા બિરાજે છે. ને તેથી
વિરુદ્ધ સ્વરૂપની વિરાધના કરનાર જીવો નિગોદમાં એક દેહમાં એક સાથે અનંતા, અનંત
દુઃખસહિત રહે છે. આમ જાણીને હે જીવ! તારી મતિને તું શુદ્ધ આત્મામાં જોડ. તેમાં
મતિ જોડતાં જ તું અતીન્દ્રિય આનંદથી તૃપ્ત તૃપ્ત થઈ જઈશ.