ત્યારે પરથી સાચું ભેદજ્ઞાન થાય.
કહેવો તે પણ વ્યવહારથી છે–કેમકે તે પણ એક અંશ છે; આત્મા તો અનંતગુણનો અખંડ
પિંડ છે. આખા શુદ્ધજીવને એક નિર્મળ પર્યાયથી ઓળખવો તે વ્યવહાર છે. મુનિદશા તે
આત્મા, પ્રમત્ત–અપ્રમત્ત તે આત્મા,–એ પણ જ્યાં વ્યવહાર છે ત્યાં દિગંબર શરીર વગેરે
દ્રવ્યલિંગ તો આત્મા કેવો? એ અસદ્ભુત એટલે આત્માથી બહાર છે; આત્માની
સત્તામાં, આત્માના અસ્તિત્વમાં તે દ્રવ્યલિંગ નથી.
લક્ષમાં લેતાં વિકલ્પ ઊઠે છે, તેમાં નિર્વિકલ્પ–વીતરાગી સ્વસંવેદન થતું નથી. નિર્વિકલ્પ
સમાધિનો વિષય અખંડ શુદ્ધઆત્મા છે; નિર્મળપર્યાયનો ભેદ તે નિર્વિકલ્પસમાધિનો
વિષય નથી.
નિર્મળપર્યાય સાધન થઈને શુદ્ધઆત્માને પ્રસિદ્ધ કરે છે ‘આત્મા આવો છે.’ આ રીતે
નિર્મળપર્યાય તે સાધનરૂપ છે ને શુદ્ધઆત્મા તેના વડે સાધ્ય છે. પણ રાગ વડે
શુદ્ધઆત્મા સધાતો નથી. રાગ તે શુદ્ધઆત્માનું સાધન નથી. શુદ્ધઆત્માનું સાધન તેની
નિર્મળપર્યાય છે,–તેથી વ્યવહારે તે પર્યાયને શુદ્ધઆત્મા કહેવાય છે; વિકાર કે દેહાદિની
તો જાત જ જુદી છે તેથી તે તો ઉપચારે–વ્યવહારે પણ શુદ્ધઆત્માનું સ્વરૂપ નથી.
શુદ્ધઆત્મા તો વજ્ર જેવો–જેની એક કણી પણ કદી ખરે નહિ, જેનો એક અંશ પણ કદી
ઓછો ન થાય,–આવો એકરૂપ શુદ્ધઆત્મા તે જ સાચો આત્મા છે, તે જ નિશ્ચયનયનો
આત્મા છે, તે જ સમ્યગ્દ્રષ્ટિનો આત્મા છે, આત્મા તો બધાય આવા જ છે–પણ
સમ્યગ્દ્રષ્ટિ જ તેને દેખે છે. અજ્ઞાની તો આત્માને વિકારવાળો ને સંયોગવાળો જ દેખે છે,
સાચા આત્માને તે દેખતો નથી; એટલે પરમાત્મતત્ત્વ તેને પ્રકાશિત થતું નથી. જ્ઞાનીને
અંત દ્રષ્ટિના વીતરાગી સ્વસંવેદનમાં શુદ્ધ પરમાત્મતત્ત્વ પ્રકાશિત થાય છે. અરે જીવ!