Atmadharma magazine - Ank 269
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 27 of 40

background image
: ફાગણ : ૨૪૯૨ આત્મધર્મ : ૨૩ :
ઉલ્લેખ કરીને પ્રવચનમાં ગુરુદેવે કહ્યું–આજે શુક્રવાર...ને સામા શુક્રવારે ભગવાનની
પ્રતિષ્ઠા....જુઓ, આ શુક્રવારે દાળીયા થવાના છે....આત્માનું દાળદર ટાળવું હોય તેને
ટળી જશે. લોકોમાં કહે છે કે કાંઈ ‘શકરવાર’ થાય તેમ છે એટલે કાંઈ આપણા દાળીયા
થાય છે! તો કહે છે કે હા, અહીં શુક્રવારે દાળીયા થવાના છે, દાળદર ટળવાનાં
છે....ત્રિલોકનાથ ભગવાન ભેટવાના છે. એવા ‘શુક્રવાર’ થવાના છે કે જે ભગવાનની
ઓળખાણ કરે તેને ભવ ન રહે.
૧૯૯૬ ના ફાગણ સુદ બીજે સંઘસહિત ગીરનારતીર્થની યાત્રા કરી હતી, તેને
યાદ કરીને ગુરુદેવ પચીસ વર્ષ પહેલાંના પ્રવચનમાં કહે છે કે જુઓ, ગયા વર્ષે
નેમનાથપ્રભુની કલ્યાણભૂમિ ગીરનાર પર્વત ઉપર સમશ્રેણીની ટૂંકે (પંચમટૂંકે) બરાબર
ફાગણ સુદ બીજે હતા, ને અહીં આ વર્ષે બરાબર ફાગણ સુદ બીજને જ દિવસે નેમિનાથ
ભગવાનની પ્રતિષ્ઠા થશે (મંદિરના ઉપરના ભાગમાં નેમપ્રભુ બિરાજે છે.) સમશ્રેણીની
ટૂંકે ભગવાનની ભક્તિ અને આત્માની ધૂન કરીને જ્યારે નીચે આવ્યા ત્યારે લોકો
હોંશથી એમ કહેતા હતા કે ‘અમે તો જાણે મોક્ષમાં જઈ આવ્યા....તેવું લાગે છે’ ત્યાં જે
દિવસ હતો તે જ દિવસે અહીં ભગવાનની પ્રતિષ્ઠા થશે. માંગલિકમાં બધો મેળ કુદરતે
થઈ જાય છે.
ભગવાનની પ્રતિષ્ઠા કરાવનારને શ્રી ગુરુ કહે છે કે તારું જીવન ધન્ય છે.
ભગવાનની પ્રતિષ્ઠા થતાં ભક્તો કહે છે કે અહો, આ વીતરાગદેવ પધાર્યા....આજે
અમને ભગવાન ભેટયા. હે નાથ! તારા વિયોગમાં તારી પ્રતિષ્ઠા કરીને તને અમારા
અંતરમાં પધરાવીએ છીએ
પ્રવચનમાં ગદગદ ભાવથી ગુરુદેવ બોલતા હતા–ભરતક્ષેત્રના ભક્તો કહે છે કે હે
નાથ! આ ભરતક્ષેત્રે તારા વિરહ પડ્યા છે...અહો, મહાવિદેહે બિરાજતા ચૈતન્ય મૂર્તિ
પ્રભુ....જેના ચરણની સો સો ઈન્દ્રો સેવા કરી રહ્યા છે એવા નાથનો અમને અહીં વિરહ
પડ્યો, આવો મનુષ્યભવ મળ્‌યો....પણ ઉત્તમમાં ઉત્તમ સાધનનો વિયોગ પડ્યો....હે
પ્રભો! તારા આ જાતના વિરહથી અમારો કાળ જાય છે. હે સીમંધરનાથ! તારો સાક્ષાત્
વિરહ છે તે અહીં પ્રતિષ્ઠા કરીને ટાળશું. હે નાથ! જ્યાં આપ સાક્ષાત્ બિરાજો ત્યાં
અમારા અવતાર નહિ....અમે આપનાથી દૂર પડ્યા તોપણ હે નાથ! અમે અમારા
આત્મામાં આપની પ્રતિષ્ઠા કરીને અમારું પૂરું કરશું.
એ વખતે ઉત્સવ દરમિયાન પ્રવચનમાં ગુરુદેવે પદ્મનંદી પચીસીમાંથી
શાંતિનાથસ્તોત્ર વાંચ્યું હતું...સીમંધરભગવાનની સાથે સાથે (આસપાસમાં)
શાંતિનાથપ્રભુ તથા પદ્મપ્રભભગવાન પણ પધાર્યા છે.