: ૩૦ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૨
દીઠા બાહુબલી ભગવાન
આત્મધર્મના ગતાંકમાં આપણે જણાવેલ
કે ગુરુદેવે સ્વપ્નમાં બાહુબલી ભગવાનને દેખ્યા
હતા... તે સંબંધી વિગત બીજા અંકમાં આપવા
જણાવેલ; ગુરુદેવ સં. ૨૦૧પ માં સંઘસહિત
યાત્રા વખતે શ્રવણબેલગોલ (મૈસુર પ્રાન્ત) માં
બાહુબલી ભગવાનના દર્શન કર્યો ને જે
અદ્ભુતભાવો ઉલ્લસ્યા, તે વખતના એમના
ઉદ્ગાર અલૌકિક ભાવભીના હતા...એ
બાહુબલીપ્રભુની ભાવભીની મુદ્રા એમના
હૃદયમાં કોતરાઈ ગઈ હતી.
ત્યારબાદ અમુક વખતે (લગભગ સં.
૨૦૧૯ માં) એકવાર સ્વપ્નમાં ગુરુદેવે બાહુબલી
ભગવાનને સાક્ષાત્ દીઠા ધરાઈ ધરાઈને આનંદથી
નીહાળ્યાં. અદ્ભુત આશ્ચર્યકારી એ દેદાર
હતો...આજે બે ત્રણ વર્ષ બાદ એ પ્રસંગ યાદ
કરતાં પણ ગુરુદેવનું હૃદય બાહુબલીનાથ પ્રત્યે
આહલાદથી ઉભરાઈ જાય છે. સ્વપ્નમાં આકાશમાં વાદળા હતા...તે વાદળામાંથી ગગનમાં
જ બાહુબલી ભગવાન પ્રકટ થયા....સ્ફટિક જેવો એનો ઉજ્વળ દેદાર! એમની ભવ્ય મુદ્રા
પરમ ગંભીર વૈરાગ્યની છવાયેલી.....જાણે ચૈતન્યનો પિંડલો! અહા, એ ગગનવિહારી
બાહુબલીદર્શન...એ તો જાણે સાક્ષાત્ બાહુબલીનાથ પોતે જ સામે ઊભા હતા. એમના
દર્શનથી ગુરુદેવને ઘણો રોમાંચ જાગતો હતો. ગુરુદેવ કહે છે કે સ્વપ્નમાં જે બાહુબલી જોયા
તેમના શરીરે વેલડી ન હતી, ને તે આકાશમાં હતા, (એનો અર્થ એ કે કેવળજ્ઞાનપ્રાપ્ત
ગગનવિહારી બાહુબલીસ્વામીનું એ દર્શન હતું, કેવળજ્ઞાન પછી શરીરે વેલડી રહે નહિ ને
આકાશમાં વિચરે; શરીર સ્ફટિક જેવું હોય.) ગુરુદેવે બાહુબલીસ્વામીનું એક ચિત્ર જોતાં એ
સ્વપ્ન ફરી યાદ કર્યું ત્યારે તેમને ઘણોજ પ્રમોદ થતો હતો. શ્રોતાઓ પણ ગુરુદેવના ભાવ
દેખીને ઉલ્લસિત થતા હતા. ‘जय बाहुबली’
* * * * *
વૈરાગ્ય સમાચાર: રાજકોટમાં તા. ૧૦–૧–૬૬ ના રોજ પ્રાણલાલ મોહનલાલ
બોઘાણી ૭૨ વર્ષની વયે સ્વર્ગવાસ પામ્યા છે. સ્વર્ગસ્થ આત્મા શાંતિ પામે એજ ભાવના.
જિનમંદિરનું શિલાન્યાસ: હિંમતનગર (ગુજરાતમાં) ગત માસમાં દિ.
જિનમંદિરનું શિલાન્યાસ ઉત્સાહપૂર્વક થયું હતું.