Atmadharma magazine - Ank 269
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 35 of 40

background image
: ફાગણ : ૨૪૯૨ આત્મધર્મ : ૩૧ :
સોનગઢમાં આનંદોત્સવ:– સોનગઢમાં સીમંધરપ્રભુની મંગલપ્રતિષ્ઠા થઈ તેની
પચ્ચીસ વર્ષની પૂર્ણતાનો રજત જયંતી અઠ્ઠાઈમહોત્સવ આનંદપૂર્વક ચાલી રહ્યો છે.
જિનધામ અનેરી શોભાથી શોભી રહ્યું છે.
શિલાન્યાસ:– મુરબ્બીશ્રી રામજીભાઈના સન્માન ફંડમાંથી તૈયાર થનાર
સાહિત્ય માટેનો ખાસ હોલ–જેને હાલ આગમમંદિર અથવા તો જિનવાણી ભવન
કહેવામાં આવે છે તેનું શિલાન્યાસ સોનગઢમાં તા. ૭–૨–૬૬ મહા વદ ત્રીજના રોજ
બપોરે ગુરુદેવની ઉપસ્થિતિમાં માનનીય પ્રમુખશ્રી નવનીતભાઈ તથા માનનીય મુરબ્બી
શ્રી રામજીભાઈ, ખીમચંદભાઈ, વગેરેના હસ્તે થયું હતું; મુખ્યપણે સાહિત્ય પ્રકાશનના
પુસ્તકો રાખવા માટે આ હોલ બંધાય છે. સ્વાધ્યાય મંદિરની લગભગ પાછળ પશ્ચિમ
દિશામાં આ હોલ બંધાશે. (પ્રમુખશ્રી નવનીતભાઈના મકાનનું શિલાન્યાસ પણ એજ
દિવસે થયું હતું)
મૂરખ નહીં– પણ...?
એક વખત એક માણસના આંગણે
ચક્રવર્તીરાજા આવ્યો ને તેણે તેની આગતાસ્વાગતા
કરી; આથી પ્રસન્ન ચક્રવર્તીએ તે માણસને કહ્યું કે
“માંગ...માંગ! તારે જે જોઈએ તે માંગ....તું જે
માંગ તે આપું” ત્યારે તે માણસ ચક્રવર્તીને કહે છે
કે–કાઢી નાંખ મારા ઘરનું વાસીદું.
કેવો મૂરખ? ચક્રવર્તી પાસે એને માંગતા ન
આવડયું. આત્મા પણ આવી જ મૂર્ખાઈ કરી રહ્યો
છે. ભગવાન આત્મા ચૈતન્ય ચક્રવર્તી પ્રસન્ન થઈને
કહે છે કે માંગ...માંગ! સમ્યગ્દર્શનથી માંડીને
કેવળજ્ઞાન અને સિદ્ધપદ જે જોઈએ તે આપવાની
મારામાં તાકાત છે. ત્યારે જે એવી ભાવના કરે છે
કે શરીર સારૂં રહેજો ને પુણ્યનાં ફળ મળજો...તે
મૂરખ નથી–પણ–મૂરખનો સરદાર છે. અરે, ચૈતન્ય
ચક્રવર્તી પાસેથી તે કાંઈ જડની ને પુણ્યફળની
માંગણી કરાતી હશે!