: ૩૨ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૨
ફાગણ માસના મંગલ દિવસે
(અહીં મંગલ દિવસોનો જે ઉલ્લેખ કરવામાં આવે છે તે જિનેન્દ્રપૂજા સંગ્રહના
આધારે કરવામાં આવે છે. તિથિ સંબંધમાં ક્વચિત પાઠાંતર પણ જોવામાં આવે છે.
ફાગણ સુદ બીજ : સીમંધરનાથ સુવર્ણધામમાં પધાર્યા.
ફાગણ સુદ ૩ : અરનાથ ભગવાન જન્મકલ્યાણક.
ફાગણ સુદ પ : મલ્લિનાથ ભગવાનનો મોક્ષ.
ફાગણ સુદ ૭ : ચંદ્રપ્રભુ ભગવાનનો મોક્ષ, તથા
સમ્મેદશિખરજીની યાત્રાનો દિવસ.
ફાગણ સુદ ૮: સંભવનાથ ભગવાનનો ગર્ભકલ્યાણક.
ફાગણ સુદ ૮થી ૧પ નંદીશ્વર–અષ્ટાહિનકા મંગલપર્વ.
ફાગણ વદ ૪: પાર્શ્વનાથ ભગવાનને કેવળજ્ઞાન.
ફાગણ વદ પ: ચંદ્રપ્રભ ભગવાનનો ગર્ભકલ્યાણક.
ફાગણ વદ ૮: શીતલનાથ ભગવાનનો ગર્ભકલ્યાણક.
ફાગણ વદ ૯: શ્રી ઋષભદેવ ભગવાનનો જન્મ તથા દીક્ષા.
ફાગણ વદ અમાસ અનંતનાથ ભગવાનને કેવળજ્ઞાન તથા મોક્ષ.
આવતા માસમાં–ચૈત્ર સુદ તેરસે શ્રી મહાવીર ભગવાનનો જન્મકલ્યાણક છે, એ તો
ભારતભરમાં સુપ્રસિદ્ધ છે. પણ તે ઉપરાંત ચૈત્ર માસમાં બીજો એક એવો દિવસ આવે છે કે
તીર્થંકર ભગવાન તે દિવસે જન્મ્યા છે; એટલું જ નહિ, જે દિવસે તેઓ જન્મ્યા છે તે જ
દિવસે તેમણે દીક્ષા લીધી છે, કેવળજ્ઞાન પણ તે જ દિવસે પામ્યા છે, ને મોક્ષ પણ
સમ્મેદશિખરથી એ જ દિવસે પામ્યા છે. તો એ ક્યા ભગવાન? ને ક્યો દિવસ? તે શોધી
શકશો? શોધી કાઢો તો શાબાશી; ન શોધી શકો તો આવતા અંકમાં અમે બતાવશું.
૨૪ તીર્થંકરોમાં આ એક જ તીર્થંકર એવા છે કે જેમના જન્મ–દીક્ષા–કેવળજ્ઞાન–
મોક્ષ એ ચારે કલ્યાણક એક જ દિવસે થયા હોય. વળી બીજા પણ એક તીર્થંકર બરાબર
તે જ દિવસે મોક્ષ પધાર્યા છે.