Atmadharma magazine - Ank 269
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 38 of 40

background image
: ૩૪ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૨
ચાલો નવું નવું જાણીએ...
શું રાવણ માંસાહારી હતો? ને તે રાક્ષસ હતો?
ના, રાવણ રાક્ષસ પણ ન હતો ને માંસાહારી પણ ન હતો. તે એક મહાન રાજા
હતો ને જૈનધર્મનો ભક્ત હતો. એટલું જ નહિ ભવિષ્યમાં તે જૈનધર્મના તીર્થંકર થશે. ને
સીતાજી થશે એમના ગણધર.
હનુમાનજી વાંદરો હતા–એ વાત સાચી?
જી ના; હનુમાનજી તો એક રાજકુમાર હતા, એટલું જ નહિ પણ તેઓ અતિશય
રૂપવાન હતા. પાછળથી તેઓ મુનિ થઈને મોક્ષ પામ્યા છે.
હનુમાનજી આકાશમાં ઊડતા એ વાત સાચી?
હા, કેમકે તેઓ વિદ્યાધર હતા; ને વિદ્યાધરોને આકાશગમનની શક્તિ હોય છે.
તેમની પાસે વિદ્યાથી ચાલતા વિમાનો પણ હોય છે, એટલે તેઓ આકાશગમન કરી
શકે છે.
હનુમાનજી ક્્યાંથી મોક્ષ પામ્યા?
હનુમાનજી માંગીતૂંગી પહાડ પરથી મોક્ષ પામ્યા છે.
રામચંદ્રજી તે ભગવાન છે એ સાચું?
હા, ભગવાન રામચંદ્રજી મોક્ષ પામ્યા છે ને અત્યારે સિદ્ધાલયમાં સિદ્ધ ભગવાન
તરીકે બિરાજે છે. તેઓ પણ માંગીતૂંગીથી મોક્ષ પામ્યા છે.
‘માંગીતૂંગી’ ક્્યાં આવ્યું?
માંગીતૂંગી એ મહારાષ્ટ્રમાં આવેલ એક પહાડનું નામ છે. એ પહાડને બે શિખર
છે–એકનું નામ માંગી, ને બીજાનું નામ તૂંગી તેમાં માંગી ઉપરથી હનુમાનજી ને તૂંગી
ઉપરથી રામચંદ્રજી મોક્ષ પામ્યા છે. તે ઉપરાંત બીજા નવ્વાણું કરોડ મુનિવરો આ પહાડ
પરથી મોક્ષ પામ્યા છે. આ રીતે માંગીતૂંગી એ જૈનોનું મહાન તીર્થં છે. સં ૨૦૧૩માં
ગુરુદેવે સંઘસહિત આ તીર્થની યાત્રા કરી છે. એનું વર્ણન વાંચવું હોય તો ‘મંગલ
તીર્થયાત્રા’ પુસ્તક વાંચજો....તમને જરૂર ગમશે.
બાળકો, આ વખતે તમને રામચંદ્રજી અને હનુમાનજીની તથા રાવણની થોડીક વાત
કરી...કોઈકવાર તમને ભીમની વાતમાં તમને મજા આવશે! (હા, બહુ મજા આવશે)