સીમંધર ભગવાન સોનગઢ પધાર્યા તેને જ્યારે દશ વર્ષ પૂર્ણ થયેલા
ત્યારે પણ ભવ્ય ઉત્સવ ઉજવાયો હતો; તે ઉત્સવ પ્રસંગે સીમંધરનાથના સ્વાગતના ભાવનું જે ચિત્ર ‘આત્મધર્મ’ માં પ્રસિદ્ધ થયેલું, આજે પચીસ વર્ષની પૂર્ણતા પ્રસંગે પણ ફરીને એ જ ચિત્ર દ્વારા સ્વાગતની ઉર્મિઓ તાજી થાય છે.