: ૧૪ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૨
કાર્યસિદ્ધિનો પુરુષાર્થ
મોક્ષરૂપ નિજકાર્યની સિદ્ધિનો પુરુષાર્થ બતાવતાં શ્રી અમૃતચંદ્રાચાર્યદેવ પુરુષાર્થ–
સિદ્ધિઉપાયમાં કહે છે કે–
विपरीताभिनिवेशं निरस्य सम्यक्व्यवस्य निजतत्त्वं।
यत्तस्मादबिचलनं स एव पुरुषार्थसिद्धयुपायोऽयं।।१५।।
વિપરીત શ્રદ્ધાનને છોડીને અને નિજસ્વરૂપને સમ્યક્પણે જાણીને, તેનાથી
અવિચલિતપણું તે જ પુરુષાર્થની સિદ્ધિનો ઉપાય છે.
अनुसरतां पदमेतत् करम्बिताचारनित्यनिरभिमुखा।
एकान्तविरतिरूपा भवति मुनीनामलौकिकी वृत्तिः।।१६।।
આ રત્નત્રયરૂપ પદને અનુસરનારા મુનિઓની વૃત્તિ અલૌકિક હોય છે;
પાપચરણથી સદાય પરાડમુખ અને પરદ્રવ્યોથી સર્વથા ઉદાસીનરૂપ તેમની વૃત્તિ હોય છે.
આત્મિક ચૈતન્યનો અનુભવ કરવામાં જ તેઓ તત્પર હોય છે.
આવા પુરુષાર્થવડે તેઓ નિજકાર્યની સિદ્ધિ કરે છે.
એકવાર ગુરુદેવે પૂછયું–જગતમાં ભાવેન્દ્રિય કેટલી?
–અનંત
–જગતમાં દ્રવ્યેન્દ્રિય કેટલી?
–અસંખ્યાત
દ્રવ્યેન્દ્રિય દરેક જીવને ભિન્નભિન્ન નથી કેમકે સાધારણ એકેન્દ્રિયોમાં અનંતા
જીવો વચ્ચે માત્ર એક દ્રવ્યેન્દ્રિય હોય છે. પણ ભાવેન્દ્રિય તો દરેક જીવને ભિન્ન ભિન્ન છે.
ભાવેન્દ્રિય બે જીવો વચ્ચે એક ન હોય.
ભાવેન્દ્રિય તે જીવની પર્યાય છે, તે દરેક જીવની ભિન્ન ભિન્ન છે.
દ્રવ્યેન્દ્રિય તે જીવની પર્યાય નથી, તે તો સંયોગરૂપ છે, તે સંયોગ અનેક જીવને
એક હોઈ શકે છે.
આ રીતે દ્રવ્યેન્દ્રિયથી ભાવેન્દ્રિયનું સ્વતંત્રપણું છે.