Atmadharma magazine - Ank 271
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 23 of 81

background image
: ૧૬ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૨
યુવાન કે વૃદ્ધપણું નથી. હા, આત્માની અજ્ઞાનદશામાં બાલપણું હતું; હવે આત્મભાન રૂપ
સાધકદશા તે ધર્મની યુવાનદશા છે એટલે કે પુરુષાર્થની દશા છે, ને કેવળજ્ઞાન તથા
સિદ્ધપદ પ્રાપ્ત થાય તે આત્માની વૃદ્ધાવસ્થા છે, અર્થાત્ ત્યાં જ્ઞાન પરિપક્વ થયું છે. આ
સિવાય શરીરની બાલ–યુવાન કે વૃદ્ધાવસ્થા તે આત્માની નથી. શરીર વૃદ્ધ થાય ને
શરીરની શક્તિઓ ક્ષીણ થઈ જાય તેથી કાંઈ આત્માની જ્ઞાનશક્તિ હણાઈ જતી નથી.
જ્ઞાન તો જાણે છે કે આ શરીરમાં પહેલાં આવી શક્તિ હતી, ને હવે શરીરમાં એવી શક્તિ
નથી. પણ શરીરમાં શક્તિ હો કે ન હો તે કાંઈ મારું કાર્ય નથી. હું તો જ્ઞાન અને
આનંદસ્વરૂપ જ છું, જ્ઞાનમાં જ મારો અધિકાર છે, શરીરમાં મારો અધિકાર નથી.
અજ્ઞાનીને તો દેહ અને ઈન્દ્રિયોથી પાર ચૈતન્યતત્ત્વ લક્ષમાં જ આવ્યું નથી, એટલે
દેહ તથા ઈંદ્રિયોને જ તે આત્મા માને છે; જ્યાં દેહ અને ઈંદ્રિયો મોળી પડે ત્યાં તે
અજ્ઞાનીને એમ થાય છે કે ‘મારી શક્તિ મોળી પડી’–એટલે તે અજ્ઞાની તો દેહદ્રષ્ટિથી
આકુળ–વ્યાકુળ જ રહે છે, દેહની અનુકૂળતા હોય ત્યાં ‘હું સુખી’ એમ માનીને તે
અનુકૂળતામાં મૂર્છાઈ જાય છે, ને જ્યાં પ્રતિકૂળતા હોય ત્યાં ‘હું દુઃખી’ એમ માનીને તે
પ્રતિકૂળતામાં મૂર્છાઈ જાય છે; જ્ઞાની તો દેહાદિથી ભિન્ન ચૈતન્યસ્વરૂપે જ પોતાને જાણે છે
તેથી તેઓ કોઈ સંયોગોમાં મૂર્છાતા નથી. ચૈતન્યના લક્ષે તેમને શાંતિ રહે છે.ાા ૬૪ાા
વળી, જેમ દેહની યુવાન કે વૃદ્ધાવસ્થાથી ધર્મી પોતાને યુવાન કે વૃદ્ધ માનતા
નથી તેમ દેહના નાશથી ધર્મી પોતાનો નાશ માનતા નથી,–એ વાત કહે છે–
नष्टे वस्त्रे यथात्मानं न नष्टं मन्यते तथा
नष्टे स्वदेहोव्यात्मानं न नष्टं मन्यते बुधः।६५।।
જેમ વસ્ત્રનો નાશ થતાં તે વસ્ત્ર પહેરનાર માણસ પોતાનો નાશ માની લેતો
નથી; વસ્ત્રની બાંય કપાય તેથી કાંઈ મનુષ્યનો હાથ કપાઈ જતો નથી; તેમ સ્વદેહનો
નાશ થતાં જ્ઞાની પોતાનો નાશ માનતા નથી. શરીર ધન–પુષ્ટ રહો, જીર્ણ થાઓ કે નષ્ટ
થાઓ,–એ ત્રણે અવસ્થાથી જુદો હું તો જ્ઞાન છું, શરીરની બાલ્યાદિ ત્રણે દશાનો
જાણનાર હું છું પણ તે–રૂપે થનાર હું નથી.
જેમ કોઈને સ્વપ્ન આવ્યું કે ‘હું મરી ગયો.’ અને એવા સ્વપ્નથી ભયભીત થતાં
રાડ પાડી, ને જાગ્યો; જાગીને જોયું કે ‘અરે! હું તો આ જીવતો રહ્યો!’ સ્વપ્નમાં મેં મને
મરી ગયેલો માન્યો તે ભ્રમણા હતી, તેમ જીવ આ દેહ છોડીને બીજા ભવમાં જાય ત્યાં
અજ્ઞાનનિદ્રામાં સૂતેલો અજ્ઞાની ભ્રમણાથી એમ માને છે કે ‘અરેરે! હું મરી ગયો.’ પણ
જાતિસ્મરણ વગેરેમાં ભાન થાય કે પૂર્વે જે અમુક ભવમાં હતો તે જ આત્મા હું અત્યારે
છું, માટે મારું મરણ નથી થયું. મેં પૂર્વે દેહદ્રષ્ટિથી જ મારું