આત્માને દેહથી જુદો જ જાણે છે. હું તો જ્ઞાન છું; દેહ હું છું જ નહિ, પછી મારો નાશ
કેવો? દેહના નાશ પ્રસંગે પણ ‘મારું મરણ થશે’ એવો ભય કે સંદેહ જ્ઞાનીને થતો નથી,
માટે જ્ઞાનીને મૃત્યુનો ભય નથી. મૃત્યુ મારું છે જ નહિ–એમ જાણ્યું પછી મરણની બીક
જાણનારા સંતોને મરણની બીક હોતી નથી. સિંહ આવે ને ભયથી ભાગે છતાં તે વખતે
ય ‘મારું મરણ થઈ જશે’ એવો મરણનો ભય જ્ઞાનીને નથી. મારું ચૈતન્યતત્ત્વ
અવિનાશી છે, પૂર્વે અનંત દેહનો સંયોગ થયો ને નાશ થયો છતાં મારો નાશ થયો નથી;
હું તો જ્ઞાનસ્વરૂપ એવો ને એવો છું. શરીરાદિ કોઈ મારી વસ્તુ નથી, મારી વસ્તુ તો
જ્ઞાન–આનંદમય છે, તે કદી મારાથી છૂટી પડતી નથી. આ રીતે ધર્માત્મા શરીરના
નાશથી પોતાનો નાશ માનતા નથી; પણ અવિનાશી જ્ઞાનસ્વરૂપે પોતાને અનુભવે છે,
એટલે તેને પરમ શાંતિ ને સમાધિ વર્તે છે. આ રીતે ભેદજ્ઞાનની ભાવના તે જ પરમ
શાંતિની દાતાર છે.ાા ૬પાા
પુરુષો પોતાના આત્માને તેવો માનતા નથી. –
रक्ते स्वदेहेप्यात्मानं न रक्तं मन्यते धुधः।।६६।।
આત્માનો રંગ માનતા નથી. રંગવાળું રાતું–પીળું શરીર તે હું નથી, હું તો રંગ વગરનો
અરૂપી ચૈતન્ય છું–એમ જ્ઞાની પોતાને દેહથી ભિન્ન જાણે છે.
શરીર જુદા છે. તેમ કાળા–રાતા શરીરથી આત્મા કાળો–રાતો થઈ જતો નથી. શરીર
દેખાવડું હોય તેથી આત્મામાં કાંઈ ગુણ થઈ જાય, કે શરીર કદરૂપું હોય તેથી આત્માને
કરીને મોક્ષ પામે,–તેમાં કાંઈ શરીર નડતું નથી. ને કોઈને રૂપાળું શરીર હોય છતાં પાપ
કરીને નરકે જાય,–તેને કાંઈ શરીર રોકતું નથી. શરીર અને આત્મા તો જુદા જ છે.