Atmadharma magazine - Ank 271
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 25 of 81

background image
: ૧૮ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૨
મનુષ્યનું ખોળીયું બદલીને દેવનું ખોળીયું આવે ત્યાં કાંઈ આત્મા બદલીને બીજો નવો
આવતો નથી, આત્મા તો સળંગપણે તે જ રહે છે. મનુષ્યદેહમાં જે આત્મા હતો તે જ
દેવના શરીરમાં આવ્યો છે. રાતાપીળા રંગ દેખાય છે તે આત્મા નથી, આત્મા તો રંગ
વગરનો અરૂપી ચૈતન્યમૂર્તિ છે. શરીરના રંગ દેખીને ધર્મી પોતાને તેવા રંગવાળા
માનતા નથી. રંગ આંખથી દેખાય છે, મારો આત્મા કાંઈ આંખથી દેખાય તેવો નથી.–
આમ ધર્મી પોતાના આત્માને દેહથી ભિન્ન જાણે છે.
અહા, જુઓ તો ખરા, જેમ વસ્ત્ર જુદું, તેમ શરીર આત્માથી અત્યંત જુદું; જેમ
લાકડાનો કે પથરનો થાંભલો આત્માથી જુદો છે તેમ આ શરીર પણ આત્માથી જુદું જ
છે. જેમ થાંભલાની ક્રિયાથી આત્માને ધર્મ નથી, તેમ દેહની ક્રિયાથી આત્માને ધર્મ નથી.
જેમ થાંભલો અચેતન પરમાણુનો પિંડ છે તેમ શરીર પણ અચેતન પરમાણુનો પિંડ છે.
જ્ઞાનીએ અહીંથી જ દેહમાં આત્મબુદ્ધિ છોડી દીધી છે એટલે તે ફરીને દેહને
ધારણ કરતા નથી, અજ્ઞાનીને તો દેહમાં જ આત્મબુદ્ધિ છે તેથી દેહના મમત્વને લીધે તે
ફરીફરીને દેહને ધારણ કરે છે, ને સંસારમાં રખડે છે. જ્ઞાનીને એકાદ બે ભવ કદાચ
થાય, પણ ત્યાં તે શરીરને આત્મબુદ્ધિથી ધારણ કરતા નથી; તે તો આત્માને જ પોતાનો
માનીને આરાધે છે, એટલે આત્માની આરાધનાથી તે મુક્તિ પામે છે.
ધર્મી જાણે છે કે આ શરીર તો અનિત્ય છે, ક્ષણમાં પલટીને નાશ પામી જાય તેવું
છે; પણ મારો આત્મા તો નિત્ય ટકનારો છે, તે કદી નાશ પામી જતો નથી; આત્માની
પર્યાયો પલટે છે પણ તેનો સર્વથા નાશ થતો નથી. શરીર તો જડ પરમાણુ ભેગા થઈને
રચાયેલું છે, તેમાં ક્્યાંય સુખ કે ધર્મ ભર્યો નથી; મારું તો ચૈતન્યશરીર છે, મારા
ચૈતન્યશરીરમાં જ જ્ઞાન–આનંદ ભર્યા છે, તેમાં જેટલો એકાગ્ર થાઉં તેટલા જ્ઞાન ને
આનંદ પ્રગટે છે.–આમ જાણીને ધર્મી પોતાના આત્મામાં જ એકાગ્રતા કરે છે, તેનું નામ
ધર્મ છે.
વીતી ગયેલી બાળ કે યુવાન અવસ્થાને જીવ જાણે છે, પણ શરીરની તે વીતી
ગયેલી અવસ્થાને તે પાછી લાવી શકતો નથી; શરીરને વૃદ્ધમાંથી બાલ કે યુવાન બનાવી
શકતો નથી, કેમકે તે ચીજ જુદી છે. આત્મા તેનું જ્ઞાન કરી શકે પણ તેને ફેરવી શકે નહિ.
તેમજ શરીર કાળું હોય તો તેને આત્મા જાણે પણ તેને કાળમાંથી ધોળું કરી શકે નહિ.
શરીરના રંગને જ અજ્ઞાની પોતાનો રંગ માને છે, પણ પોતાના ચૈતન્યના રંગને
જાણતો નથી કે જેનાથી ભવનો નાશ થઈ જાય! ચૈતન્યનો રંગ શું?–કે અતીન્દ્રિય જ્ઞાન
ને આનંદ તે જ ચૈતન્યનો રંગ છે, તે જ ચૈતન્યનું રૂપ છે; સિદ્ધ જેવી (કેવળ જ્ઞાન ને
કેવળદર્શનરૂપ) એની આંખો છે. આ સિવાય કામદેવ જેવું દેહનું રૂપ કે હરણીયાં