Atmadharma magazine - Ank 271
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 26 of 81

background image
: વૈશાખ : ૨૪૯૨ આત્મધર્મ : ૧૯ :
જેવી આંખો તે કાંઈ આત્માનું સ્વરૂપ નથી; તેનાથી તો આત્મા જુદા છે. આવા
આત્મસ્વરૂપને જે જાણતો નથી ને દેહને જ આત્મા માને છે તેને ધર્મ થતો નથી, ને ધર્મ
વગર શાંતિ કે સમાધિ થતી નથી.
સનતકુમાર ચક્રવર્તીનું મહા સુંદર રૂપ હતું; દેવોની સભામાં તેના રૂપની પ્રશંસા
થતાં દેવો તેનું રૂપ જોવા આવ્યા ને આશ્ચર્ય પામ્યા. ચક્રવર્તી તે વખતે સ્નાનની
તૈયારીમાં હતા, તેણે રૂપના જરાક અભિમાનથી દેવોને કહ્યું કે અત્યારે તો હું અલંકાર
વગરનો છું, પણ હું જ્યારે ઠાઠમાઠથી અલંકૃત થઈને રાજસભામાં બેઠો હોઉં ત્યારે તેમ
મારું રૂપ જોવા આવજો. જ્યારે રાજસભામાં દેવો આવ્યા અને રૂપ જોઈને ખેદથી માથું
ધુણાવ્યું ત્યારે ચક્રવર્તી પૂછે છે કે અરે દેવો! આમ કેમ? શણગાર વગરનું શરીર હતું તે
જોઈને તો તમે આશ્ચર્ય પામ્યા હતા, ને અત્યારે આટલો બધો શણગાર છતાં તમે
અસંતોષ કેમ બતાવો છો! ત્યારે દેવો કહે છે–રાજન્! તે વખતે તારું શરીર જેવું નિર્દોષ
હતું તેવું અત્યારે નથી રહ્યું, અત્યારે તેમાં રોગ અને સડાનો પ્રવેશ થઈ ચૂક્્યો છે. એ
સાંભળતાં જ રાજા એકદમ વૈરાગ્ય પામે છે. અરે, આવું ક્ષણભંગુર શરીર! શરીરના
રૂપની આવી ક્ષણિકતા!! દેહથી ભિન્નતાનું તો ભાન હતું, પણ જરાક રાગ હતો તે પણ
તોડીને અતીન્દ્રિય ચૈતન્યને સાધવા ચાલી નીકળ્‌યા. દેહથી ભિન્નતાનું જેને ભાન નથી ને
દેહની ક્રિયાઓને–દેહનાં રૂપને પોતાના માને છે તે દેહાતીત એવા સિદ્ધપદને કે આત્માને
ક્્યાંથી સાધશે? ભાઈ, સમ્યગ્દર્શન થયું ત્યાં જ દેહના રૂપમદનો અભાવ થઈ જાય છે.
સમસ્ત પરદ્રવ્યોની જેમ શરીરને પણ તે પોતાથી જુદું જ અનુભવે છે. આવા
અનુભવવાળું ભેદજ્ઞાન તે જ શાંતિનો અને સમાધિનો ઉપાય છે.
અરે ચૈતન્યપ્રભુ! તારી શક્તિના એક ટંકારે તું કેવળજ્ઞાન
લે એવી તારી તાકાત, ને તું તારા સ્વરૂપને અનુભવમાં નથી
લેતો....તેમાં તને શરમ નથી આવતી? સર્વજ્ઞસ્વભાવી હોવા છતાં
ભવ કરતાં તને શરમ નથી આવતી? સ્વભાવ સમજવાના
ઉદ્યમમાં તને થાક લાગે છે ને પરભાવોમાં તને થાક લાગતો નથી,
પણ અરે ભાઈ! સ્વભાવને સાધવો એમાં થાક શા? એમાં થાક ન
હોય.....એમાં તો પરમ ઉત્સાહ હોય....એ તો અનાદિના થાક
ઉતારવાના રસ્તા છે. મુમુક્ષુને તો પરભાવમાં થાક લાગે ને
સ્વભાવ સાધવામાં પરમ ઉત્સાહ જાગે.