ધનની લોલુપતા ન કર. તારી વૃત્તિને આત્માના હિતના ઉદ્યમમાં જોડ એ જ સૌથી ઈષ્ટ
છે, લક્ષ્મી મેળવવાની લોલુપતાથી તો તારો આત્મા કાદવ જેવા પાપથી લેપાય છે.
ચોપડીને પછી સ્નાન કરી લેવું એમ માનનાર જેવો તે મૂર્ખ છે. ભાઈ, કાદવ ચોપડીને
પછી નહાવું, એના કરતાં પહેલેથી જ કાદવથી દૂર રહેને? તેમ ભવિષ્યમાં દાનાદિ
કરવાના બહાને અત્યારે તારા આત્માને પાપરૂપી કાદવથી શા માટે લેપે છે? હા, સહેજે
તને પુણ્યથી જે લક્ષ્મી વગેરે મળી હોય તેને તું દાન–પૂજા–સાધર્મીનો આદર વગેરે
સત્કાર્યમાં વાપર.
મેળવવાના ભાવમાં દુઃખ છે, ધનની રક્ષાના ભાવમાંય દુઃખ છે ને ધનને ભોગવવાના
હિત જરાય નથી. તો તેને ઈષ્ટ કોણ માને? હિત તો આત્માની સાધનામાં છે,–જેમાં
શરૂઆતમાં પણ શાંતિ ને જેના ફળમાં પણ મોક્ષસુખની અપૂર્વ શાન્તિ. –આવું
મોક્ષસાધન તે જ આત્માનું ઈષ્ટ છે. માટે તેનો જ ઉદ્યમ તું કર–એમ સંતોનો ઈષ્ટોપદેશ
છે.
જાણે કે તે સંતોના ચરણ સમીપ
બેસીને તે સંતોની સાથે તત્ત્વગોષ્ઠી
કરતા હોઈએ એવો આહ્લાદ,
બહુમાન અને શ્રુતભાવના જાગે છે.