Atmadharma magazine - Ank 271
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 29 of 81

background image
: ૨૨ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૨
સર્વજ્ઞનું જ્ઞાન, સાધકનું જ્ઞાન
બંનેની એકજાત
(પોષ વદ ૧૨ ની રાત્રે ચર્ચામાં
ગુરુદેવે કહેલા અંતરમંથનના ન્યાયો)
* * *
સર્વજ્ઞપરમાત્મા કેવલજ્ઞાનપણે પરિણમીને લોકાલોકને જાણે છે.
સાધક ધર્માત્મા સમ્યગ્જ્ઞાનપણે પરિણમતો થકો રાગાદિને જાણે છે.
હવે તેમની સરખામણી–
જ્ઞાતાપણે બંને સરખા છે. એટલે શું? કે
જેમ કેવળજ્ઞાન લોકાલોકનું જાણનાર છે, કરનાર નથી; તેમ સાધક સમ્યગ્જ્ઞાનીનું
જ્ઞાન પણ રાગનું અને નિમિત્તોનું જાણનાર છે, પણ કરનાર નથી.
જેમ કેવળજ્ઞાનમાં, પહેલાં જ્ઞાન ને પછી લોકાલોક એમ નથી, અથવા પહેલાં
લોકાલોક ને પછી જ્ઞાન એમ પણ નથી, બંને એક સાથે વર્તે છે અને છતાં એકબીજાથી
નિરપેક્ષપણે વર્તે છે. તેમ સાધકના સમ્યગ્જ્ઞાનમાં, પહેલાં જ્ઞાન ને પછી વિકલ્પરૂપ
વ્યવહાર એમ નથી, અથવા પહેલાં રાગરૂપ વ્યવહાર ને પછી જ્ઞાન એમ પણ નથી, બંને
એક સાથે હોવા છતાં, જ્ઞાનનું પરિણમન રાગથી નિરપેક્ષ વર્તે છે.
અહો! કેવળીનું જ્ઞાન પણ રાગથી નિરપેક્ષ, ને
સાધકનું જ્ઞાન પણ પરથી નિરપેક્ષ. જ્ઞાન પૂરું ને અધૂરું એવા ભેદ હોવા છતાં
જ્ઞાતાપણાના ભાવની અપેક્ષાએ બંને સરખા જ છે. સર્વજ્ઞના જ્ઞાનમાં જેમ રાગાદિનું
કર્તર્ૃત્વ નથી, તેમ સાધકના જ્ઞાનમાં (તે જ્ઞાન અલ્પ હોવા છતાં–તેમાં) રાગનું કર્તૃત્વ
નથી. ફેર ફક્ત એટલો કે કેવળીને રાગનું પરિણમન જ નથી, ને સાધકને રાગનું
પરિણમન છે, છતાં જ્ઞાનમાં તેનું કર્તૃત્વ નથી; એટલે જ્ઞાનની જાતી તો સર્વજ્ઞને અને
સાધકને એકસરખી જ થઈ. ચોથા ગુણસ્થાનથી સમ્યગ્દ્રષ્ટિને આવું જ્ઞાન શરૂ થઈ
ગયું છે.