Atmadharma magazine - Ank 271
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 30 of 81

background image
: વૈશાખ : ૨૪૯૨ આત્મધર્મ : ૨૩ :
નીચલી દશામાં જ્ઞાન સાથે જરાક વિષમભાવ વર્તે છે ત્યાં પણ જ્ઞાન તેનાથી જુદું
રહીને જ તેને જાણે છે.
સ્વરૂપમાં ઠરતાં સમભાવ થયો ત્યાં તે સમભાવમાં તન્મય રહીને જ્ઞાન તેને જાણે
છે.
રાગરૂપ વિષમભાવ હતો ત્યારે તેને જાણ્યો ખરો પણ તેમાં જ્ઞાન તન્મય ન થયું.
એટલે જેમ કેવળીનું જ્ઞાન રાગથી જુદું તેમ સાધકનું જ્ઞાન પણ રાગથી જુદું જ રહે છે.
અહો, જ્ઞાનનો આ એક ન્યાય સમજે તો નિશ્ચય–વ્યવહારના બધા ઊકેલ થઈ જાય.
સાધકપણાની શરૂઆતથી માંડીને ઠેઠ કેવળજ્ઞાન સુધી જ્ઞાનનું પરિણમન રાગથી
જુદું જ છે. નીચલી દશામાં ભલે બંને એક સાથે હોય, પણ જાત તો બંનેની જુદી છે. આ
ચૈતન્યજાતનો પ્રવાહ રાગથી જુદો જ છે. રાગના પ્રવાહમાં ચૈતન્યનો પ્રવાહ ભળી જતો
નથી. જ્ઞાનની ધારા શાંતરસમય છે, ને રાગની ધારા આકુળતારૂપ છે. શાંતરસમય
જ્ઞાનધારામાં રાગ નથી. એને જાણે ભલે પણ તે પોતાના ચૈતન્યપ્રવાહથી ચ્યૂત થતું
નથી. એ ચૈતન્યધારાનો પ્રવાહ જ વધીવધીને કેવળજ્ઞાન થાય છે. પહેલેથી એ જ્ઞાન
કેવળજ્ઞાનની જાતનું હતું તો વધીવધીને કેવળજ્ઞાનરૂપ થયું.
ચૈતન્યનિધાન બતાવતાં
ગુરુદેવ પ્રમોદપૂર્વક કહે છે કે અહા,
જેના ઉપર નજર પડતાં જ આત્મા
જાગી ઊઠે ને આનંદના ઊભરા વહે
એવું ચૈતન્યતત્ત્વ તું જ છો. તો હવે
તને જગતમાં કોની વાંછા છે?
તારામાં જ નજર કર. નિજવૈભવ
ઉપર નજર કરતાં તું ન્યાલ થઈ
જઈશ.
હે જીવ!
જો તારે આત્માર્થ સાધવો
હોય તો તું જગતની દરકાર છોડી
દેજે. તું જગત સામે જોઈને બેસી ન
રહીશ. જગતમાં ગમે તેમ બને, તું
તારા આત્મહિતના પંથે નિઃશંકપણે
ચાલ્યો જજે.