Atmadharma magazine - Ank 271
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 31 of 81

background image
: ૨૪ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૨
વિ વિ ધ વ ચ ના મૃ ત
(આત્મધર્મનો ચાલુ વિભાગ: લેખાંક ૧૭)
(૨૩૧) જૈનધર્મની મૂળ વસ્તુ–સર્વજ્ઞ
ગુરુદેવ ઘણીવાર કહે છે કે “શ્રુતજ્ઞાનીના હૃદયમાં સર્વજ્ઞ–તીર્થંકર બિરાજે છે–એ
વાત ઘણા વર્ષે પહેલાં સાંભળેલી ત્યારે મને ખૂબ ગમેલી” ગુરુદેવને પહેલેથી સર્વજ્ઞતા
ઉપર જોર ઘણું, જ્યારે એમનાથી વિરુદ્ધ વિચારવાળાને સર્વજ્ઞની પ્રતીતમાં જ વાંધા.
દીક્ષા પછી થોડા જ કાળમાં આ સંબંધી મતભેદ થવા લાગ્યા. ગુરુદેવ ભારપૂર્વક કહે છે કે
જેણે સર્વજ્ઞનો નિર્ણય કર્યો છે તેના અનંતભવ સર્વજ્ઞે દીઠા જ નથી, કેમકે એના હૃદયમાં
તો સર્વજ્ઞ બેઠા છે. જેના હૃદયમાં સર્વજ્ઞ બેઠા તેને અનંત ભવ હોય નહિ. સર્વજ્ઞના
નિર્ણય વગર જ્ઞાનસ્વભાવનો નિર્ણય થાય નહિ. ભગવાનના માર્ગનો નિર્ણય થાય નહિ,
ભગવાનની વાણીનો (શાસ્ત્રનો) નિર્ણય થાય નહિ. એક્કેય તત્ત્વનો નિર્ણય સર્વજ્ઞના
નિર્ણય વગર થાય નહિ. સર્વજ્ઞનો નિર્ણય કરતાં જ્ઞાનસ્વભાવમાં બુદ્ધિ ઘૂસી જાય છે,
ત્યારે માર્ગ હાથ આવે છે. જૈનશાસનની આ મૂળભૂત વસ્તુ છે. જુઓને, સમયસારમાં
વક્તા અને શ્રોતા બંનેના આત્મામાં સિદ્ધને સ્થાપીને જ શરૂઆત કરી છે.
(૨૩૨) હું કાળો કેમ?
એકવાર એક બાળકે આવીને ગુરુદેવને પૂછયું–
ગુરુદેવ! આપ ધોળા ને હું કાળો એમ કેમ?
ગુરુદેવ કહે–ભાઈ આત્મા ક્્યાં કાળો કે ધોળો છે? હું જીવ ને તું પણ જીવ,
આપણે બંને સરખા; બસ! કાળું ધોળું તો શરીર છે, આત્મા તો જ્ઞાનસ્વરૂપ છે.
ને હું કાળો નથી’ એમ જાણીને બાળક ખુશી થયો.
(૨૩૩) હુંડી વટાવવાની દુકાન
સં. ૧૯૮૯ માં ચેલાગામે માગસર સુદ દશમે ગુરુદેવને એક સ્વપ્ન આવ્યું.
ગુરુદેવ તે વખતે સ્થાનકવાસી સંપ્રદાયમાં હતા.