Atmadharma magazine - Ank 271
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 32 of 81

background image
: વૈશાખ : ૨૪૯૨ આત્મધર્મ : ૨૫ :
સ્વપ્નમાં મોટી રકમની એક હૂંડી મળી હતી, પણ તે હૂડીં સાથે સ્વપ્નમાં એમ પણ
આવ્યું કે અહીં આ દુકાને (એટલે કે જે સંપ્રદાયમાં છો તે સંપ્રદાયમાં) આ હૂંડી વટાવી
શકાય તેમ નથી, આ હૂંડી વટાવવા બીજી દુકાન (શાહુકારની એટલે કે વીતરાગમાર્ગી
સન્તોની) શોધવી પડશે. આવું સ્વપ્ન આવેલું. (અને પછી તરત–સં. ૧૯૯૧ માં
ગુરુદેવે બીજી દુકાન શોધી કાઢી ને ત્યાં હૂંડી વટાવીને તત્ત્વની મૂળ રકમ પ્રાપ્ત કરી.)
(૨૩૪) ધર્મીનું સાચું જીવન
ધર્મના પ્રાણ અને ધર્મનું જીવન સ્વાનુભૂતિ છે.
સ્વાનુભૂતિ એ ધર્માત્માનું ખરૂં જીવન છે.
સ્વાનુભૂતિને જાણ્યા વગર ધર્માત્માનું જીવન ઓળખી શકાય નહિ.
(૨૩પ) સ્વસન્મુખ પરિણતિ
ભાઈ, પરસન્મુખ પરિણતિથી તું અનંત કાળ રખડયો ને દુઃખી થયો. પરમ સુખથી
ભરેલું એવું આત્મસ્વરૂપ તેમાં તું સ્વસન્મુખ પરિણતિ કર તો તને પરમ સુખ થાય, ને તારું
દુઃખ તથા ભ્રમણ ટળે. સ્વસન્મુખ પરિણતિ વડે સ્વઘરમાં આવ ને આનંદિત થા.
(૨૩૬) તું આગે બઢે જા
આત્મવિશ્વાસ અને દ્રઢતાપૂર્વક તું તારા હિતમાર્ગમાં આગળ વધ્યે જા. ગમે તેવા
પ્રસંગે ધૈર્ય અને વૈરાગ્યનું બળ ટકાવી રાખજે. ધૈર્ય રાખીશ તો માર્ગ શોધવામાં તારી બુદ્ધિ
પણ તને સાથ આપશે. આફતથી ગભરા નહિ, ધૈર્યપૂર્વક તારા હિતમાર્ગમાં આગે બઢ.
(૨૩૭) હમ પરદેશી પંથી....સાધુજી
એકવાર (આ વર્ષની માગસર વદ અમાસે) રાત્રિ ચર્ચામાં સર્વજ્ઞના મહિમા
સંબંધી ખુબ ભાવો ગુરુદેવે ખોલ્યા....સર્વજ્ઞના અપાર મહિમાનું ઘોલન કરતાં કરતાં
ગુરુદેવને સીમંધરનાથનું વિદેહક્ષેત્ર સાંભરી આવ્યું ને તેમનું હૃદય સભામાં વારંવાર
લલકારી ઉઠયું કે–
હમ પરદેશી પંખી સાધુ જી.... આ રે દેશકે નાંહી જી...
સ્વરૂપ સાધી સ્વદેશ જાશું..... રહેશું સિદ્ધોની સાથ જો....
હમ પરદેશી પંથી સાધુ જી.....
(પછી તો વિદેહક્ષેત્રની કેટલીયે વાતો યાદ કરી.)
(૨૩૮) દરિયા વચ્ચે રસ્તો
ગુરુદેવને એકવાર (ઘણા વર્ષો પહેલાં) સ્વપ્નમાં દરિયો દેખાયો; મોટો અપાર
દરિયો તેમાં ખૂબ મોજાં ઊછળે, પણ પોતાને જે