: ૨૬ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૨
તરફ જવાની ઈચ્છા થાય તે તરફ દરિયાના પાણીમાં પાટા (રેલ્વેના પાટાની જેમ પાણીમાં
જ પાણીના કઠણ પાટા) બની જાય, ને દરિયા વચ્ચે માર્ગ થઈ જાય. આ રીતે ઉછળતા
દરિયા વચ્ચે નિર્વિઘ્ન માર્ગ થઈ જાય. એટલે કે કુદરત પણ માર્ગ કરી આપે છે.–એમ થતું.
(તેમ પંચમકાળમાં મિથ્યામાર્ગના ઊછળતા દરિયા વચ્ચે પણ ગુરુદેવે યથાર્થ માર્ગ શોધી
કાઢયો ને તે માર્ગે ગમન કર્યું. જીવ તૈયાર થાય ત્યાં જગતમાં માર્ગ હાજર જ છે.)
દરિયાનું બીજું એક સ્વપ્ન હમણા (પોષ લગભગમાં) આવ્યું તેમાં, એકાએક
પૃથ્વી ફાટીને દરિયા જેવા પાણીના લોઢ ઊછળ્યા છે, ઉજ્જડ પૃથ્વીમાં ખૂબજ પાણી વધી
રહ્યા છે, ત્યાં ગુરુદેવે વેરાન વચ્ચે એક ઊંચું ઊંચું સૂકું ઝાડ જોયું, ને તેના ઉપર પોતે
ચડી ગયા. ત્યાં તો તરત પાણીના લોઢ પાછા પૃથ્વીમાં સમાઈ ગયા.....
(ભાવાર્થ એમ ભાસે છે કે–પંચમકાળમાં વિપરીત માર્ગ ને કુતર્કના લોઢ દરિયાની
જેમ ઊછળી રહ્યા છે....ત્યાં ગુરુદેવે સમ્યક્ માર્ગરૂપી ઊંચું વૃક્ષ જોયું, ને તેના પર આરોહણ
કરીને વિપરીત માર્ગનાં મોજા શમાવીને સમ્યક્ માર્ગ જગતમાં પ્રસિદ્ધ કર્યો. વૃક્ષ સૂકું હતું
એનો આશય એમ લાગે છે કે અત્યારે ચારિત્રરૂપી ધોખમાર્ગનું લીલુંછમ વૃક્ષ નથી પણ
અવિરતદશારૂપ સૂકું વૃક્ષ છે કે જે વૃક્ષના અવલંબને સમ્યક્ માર્ગની રક્ષા થઈ શકે છે.)
(૨૩૯) રાગ અને જ્ઞાનની ભિન્નતા
વધુ પડતો રાગ જગતમાં નીંદનીય ગણાય છે, પણ વધુ જ્ઞાન તે નીંદનીય નથી
ગણાતું, તે તો પ્રશંસનીય ગણાય છે. કેમ કે–
રાગ જીવનો સ્વગુણ નથી
જ્ઞાન જીવનો સ્વગુણ છે.
(૨૪૦) “લોટરી લાગી ગઈ”
ચર્ચામાં અવારનવાર અનેકવિધ રહસ્યો ખોલીને ગુરુદેવ સમજાવતા ને પ્રમોદથી
કહેતા કે જુઓ ભાઈ, આ તો અંદરની અજબ વાતું છે. જેના મહા ભાગ્ય હોય તેને આ
મળે તેમ છે.
આ વખતે, એક ભાઈ–જે પહેલાં પ્રતિકૂળ વિચારતા હતા ને પાછળથી ગુરુદેવનો
થોડો પરિચય કરતાં જિજ્ઞાસા જાગી ને આ સત્ય સમજવા જેવું છે એવા પ્રમોદ જાગ્યો,–
તે ભાઈએ પોતાનો ઉત્સાહ વ્યક્ત કરતાં કહ્યું–અહો સાહેબ! અમને તો લોટરી લાગી
ગઈ!–કે આ વાત સાંભળવા મળી ને અંદર બેસી ગઈ. અમે તો ન્યાલ થઈ ગયા!
ત્યારે સભાજનોને સંબોધીને ગુરુદેવ બોલ્યા જુઓ ભાઈ, આ તો જે આત્મા
પરીધસંસારી હોય ને જેનો સંસાર અલ્પ જ બાકી હોય એવા પાત્ર જીવને બેસી જાય
તેવી વાત છે. સર્વજ્ઞની આ વાત જેને બેસે તેને લાંબો સંસાર હોય નહિ.
અમે સૌએ ઘણા હર્ષથી એ ઉદ્ગારને વધાવ્યા.
જય જિનેન્દ્ર