બા, જો....મેં કેવી સગડી કરી! જોતાવેંત મા સમજી ગઈ કે અરે, આણે તો પાંચહજાર રૂા.
નો ભડકો કર્યો!! એને એવો ક્રોધ ચડયો ને છોકરાને એટલો બધો માર્યો કે છોકરો મરી
ગયો જુઓ, પુત્ર કરતાંય ધન કેટલું વહાલું છે! બીજો એક બનાવ; એક ભરવાડણ દૂધ
વેચીને તેના ત્રણ રૂપિયા લઈને પોતાને ગામ જતી હતી; દુષ્કાળના દિવસો હતા;
રસ્તામાં લૂટારું મળ્યા. બાઈને બીક લાગી કે આ લોકો મારા રૂપિયા પડાવી લેશે એટલે
તે રોકડા ત્રણ રૂપિયા પેટમાં ગળી ગઈ; પણ લૂટારુઓએ તે જોયું ને બાઈને મારી
નાંખીને તેના પેટમાંથી રૂપિયા કાઢયા. જુઓ,–આ ક્રૂરતા! આવા જીવો દોડીને નરકે ન
જાય તો બીજે ક્્યાં જાય? આવા તીવ્ર પાપનાં પરિણામ તો જિજ્ઞાસુને હોય જ નહિ.
ઘણા લોકોને તો લક્ષ્મી રળવાની ધૂન આડે પૂરું ખાવાનો વખત ન મળે, દેશ છોડીને
અનાર્ય જેવા પરદેશમાં જાય, જ્યાં ભગવાનના દર્શન પણ ન મળે, સત્સંગ પણ ન મળે;
અરે ભાઈ! જેને ખાતર તેં આટલું કર્યું તે લક્ષ્મીનો કંઈક સદુપયોગ કર. પ૦–૬૦ વર્ષ
સંસારની મજુરી કરીને, મરવા પડ્યો હોય, મરતાં મરતાં છેલ્લછેડીએ બચી જાય ને
પથારીમાંથી ઊઠે તોપણ પાછો ત્યાં ને ત્યાં પાપકાર્યમાં જોડાઈ જાય છે.–પણ એમ નથી
વિચારતો કે અરે, જીંદગી આખી ધન રળવામાં ગૂમાવીને ને મફતનાં પાપ બાંધ્યા, છતાં
આ ધન તો કાંઈ સાથે આવવાનું નથી, માટે મારા હાથે રાગ ઘટાડીને એનો કંઈક
સદુપયોગ કરું ને કંઈક આત્માનું હિત થાય એવો ઉદ્યમ કરું દેવ ગુરુ–ધર્મનો ઉત્સાહ,
સત્પાત્રદાન, તીર્થયાત્રા વગેરેમાં રાગ ઘટાડીશ ને લક્ષ્મીનો ઉપયોગ કરીશ તોપણ તને
અંતરમાં એમ સન્તોષ થશે કે જીવનમાં આત્માના હિત માટે મેં કંઈક કર્યું છે; બાકી
એકલા પાપમાં જ જીવન ગાળીશ તો તારી લક્ષ્મી પણ નિષ્ફળ જશે ને મરણ ટાણેય તું
પસ્તાઈશ કે અરે, જીવનમાં આત્માના હિત માટે કાંઈ ન કર્યું. અશાંતિપણે દેહ છોડીને
કોણ જાણે ક્્યાં જઈને ઉતારા કરીશ? માટે હે ભાઈ! છઠ્ઠા–સાતમા ગુણસ્થાને ઝુલતા
મુનિરાજે કરુણા કરીને તારા હિતને માટે આ શ્રાવકધર્મનો ઉપદેશ આપ્યો છે. તારી
પાસે ગમે તેટલા ધનના ઢગલા હોય, પણ તેમાંથી તારું કેટલું?–કે તું દાનમાં વાપર
તેટલું તારું. રાગ ઘટાડીને દાનાદિ સત્કાર્યમાં વપરાય એટલું જ ધન સફળ છે. વારંવાર
સત્પાત્ર દાનના પ્રસંગથી, મુનિવરો ધર્માત્માઓ વગેરે પ્રત્યે બહુમાન, વિનય, ભક્તિ
વગેરે પ્રકારે તને ધર્મના સંસ્કાર રહ્યા કરશે, ને એ સંસ્કાર પરભવમાંય સાથે આવશે.–
લક્ષ્મી કાંઈ પરભવમાં સાથે નહિ આવે. માટે કહે છે કે સંસારના કાર્યોમાં (વિવાહ,
ભોગોપભોગ વગેરેમાં) તું લોભ કરતો હો તો ભલે કર, પણ ધર્મકાર્યોમાં તું લોભ
કરીશ નહિ, ત્યાં તો ઉત્સાહપૂર્વક વર્તજે. જે પોતાને ધર્મી–શ્રાવક કહેવડાવે છે પણ