: ૩૦ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૨
પુણ્ય બંધાય. એવો ઉપયોગ તો ધર્મના બહુમાનથી સત્પાત્ર દાન કરવું–એ જ છે.
લોકોને જીવનથી ને પુત્રથીયે ધન વહાલું હોય છે, પણ ધર્મી–શ્રાવકને ધન કરતાં
ધર્મ વહાલો છે, એટલેધર્મની ખાતર ધન વાપરવાનો એને ઉલ્લાસ આવે છે. તેથી
શ્રાવકના ઘરમાં અનેક પ્રકારે દાનનો વેપાર હંમેશા ચાલ્યા કરે છે. ધર્મ અને દાન
વગરના ઘરને તો સ્મશાનતૂલ્ય ગણીને કહે છે કે એવા ગૃહવાસને તો ઊંડા પાણીમાં
જઈને ‘સ્વા.....હા’ કરી દેજે. જે એકલા પાપબંધનનું જ કારણ થાય એવા ગૃહવાસને તું
તિલાંજલિ દઈ દેજે, પાણીમાં ઝબોળી દેજે. અરે, વીતરાગી સન્તો આ દાનનો ગૂંજારવ
કરે છે....એ સાંભળતાં કયા ભવ્યજીવનું હૃદયકમળ ન ખીલે? કોને ઉત્સાહ ન આવે?
ભ્રમરના ગૂંજારવથી ને ચન્દ્રના ઉદયથી કમળની કળિ તો ખીલી ઊઠે, પત્થર ન ખીલે;
તેમ આવો ઉપદેશ–ગૂંજારવ સાંભળતાં ધર્મની રુચિવાળા જીવનું હૃદય તો ખીલી
ઊઠે.....કે વાહ! દેવ ગુરુધર્મની સેવાનો અવસર આવ્યો....મારા ધન્ય ભાગ્ય.....કે મને
દેવ–ગુરુનું કામ મળ્યું.–આમ ઉલ્લસી જાય. શાસ્ત્રમાં કહે છે કે શક્તિપ્રમાણે દાન કરવું.
તારી પાસે એક રૂપિયાની મૂડી હોય તો તેમાંથી એક પૈસો આપજો....પણ દાન જરૂર
કરજે, લોભ ઘટાડવાનો અભ્યાસ જરૂર કરજે. લાખો–કરોડોની મૂડી ભેગી થાય ત્યારે જ
દાન દઈ શકાય ને ઓછી મૂડી હોય તેમાંથી દાન ન દઈ શકાય એવું કાંઈ નથી. પોતાનો
લોભ ઘટાડવાની વાત છે, એમાં કાંઈ મૂડીના માપ ઉપર જોવાનું નથી. સારો શ્રાવક
મૂડીનો ચોથોભાગ ધર્મમાં વાપરે, મધ્યમપણે છઠ્ઠો ભાગ વાપરે ને ઓછામાં ઓછો
દશમો ભાગ વાપરે એવો ઉપદેશ છે. જેમ ચંદ્રકાન્તમણિની સફળતા ક્્યારે? કે ચંદ્રના
સંયોગે એમાંથી પાણી ઝરે ત્યારે; તેમ લક્ષ્મીની સફળતા ક્્યારે? કે સત્પાત્રના સંગે તે
દાનમાં વપરાય ત્યારે ધર્મીને તો આવા ભાવો હોય જ છે પણ એના દાખલાથી બીજા
જીવોને સમજાવે છે.
સંસારમાં લોભીજીવો ધન મેળવવા માટે કેવા કેવા પાપ કરે છે? લક્ષ્મી તો જોકે
પુણ્યઅનુસાર મળે છે પણ તેને મેળવવા માટે ઘણા જીવો જૂઠું–ચોરી વગેરે અનેક
પ્રકારનાં પાપભાવ કરે છે, કદાચ કોઈ જીવ એવા ભાવ ન કરે ને પ્રમાણિકતાથી વેપાર
કરે તોપણ લક્ષ્મી મેળવવાનો ભાવ તે પાપ જ છે. આ બતાવીને અહીં એમ કહે છે કે
ભાઈ, જે લક્ષ્મી ખાતર તું આટલા–આટલા પાપ કરે છે અને જે લક્ષ્મી પુત્રાદિ કરતાંય
તને વધુ વહાલી છે, તે લક્ષ્મીનો ઉત્તમ ઉપયોગ એ જ છે કે સત્પાત્રદાન વગેરે
ધર્મકાર્યમાં તે વાપર; સત્પાત્રદાનમાં વપરાયેલી લક્ષ્મી અસંખ્ય ગણી થઈને ફળશે. એક
માણસ ચાર–પાંચ હજાર રૂપિયાની નવી નોટું લાવ્યો ને ઘરે સ્ત્રીને આપી; તે બાઈએ તે
ચૂલા પાસે મુકેલી ને બીજા કામે જરા દૂર ગઈ. તેનો નાનો છોકરો પાછળ સગડી પાસે
બેઠો હતો; શિયાળાનો દિ’ હતો. છોકરાએ નોટુંના કાગળિયા લઈને