: વૈશાખ : ૨૪૯૨ આત્મધર્મ : ૨૯ :
પૂર્વક વીતરાગમાર્ગમાં જે આગળ વધે છે, ને ઘણો રાગ ઘટાડવાથી જેને શ્રાવકપણું થયું
છે એ શ્રાવકના ભાવ કેવા હોય તેની આ વાત છે. સર્વાર્થસિદ્ધિના દેવ કરતાંય જેની
પદવી ઊંચી છે, સ્વર્ગના ઈન્દ્ર કરતાં જેનું આત્મસુખ વધારે છે એવી શ્રાવકદશા છે.
સ્વભાવના સામર્થ્યનું જેને ભાન છે, વિભાવની વિપરીતતા સમજે છે અને પરને પૃથક્
દેખે છે, એવો શ્રાવક રાગના ત્યાગવડે પોતામાં ક્ષણે ક્ષણે શુદ્ધતાનું દાન કરે છે ને
બહારમાં બીજાને પણ રત્નત્રયના નિમિત્તરૂપ શાસ્ત્ર વગેરેનું દાન કરે છે.
આવું મનુષ્યપણું પામીને, આત્માની દરકાર કરીને તેના જ્ઞાનની કિંમત આવવી
જોઈએ. શ્રાવકને સ્વાધ્યાય–દાન વગેરે શુભભાવો વિશેષ હોય છે. એને જ્ઞાનનો રસ
હોય, પ્રેમ હોય, એટલે હંમેશાં સ્વાધ્યાય કરે; નવા નવા શાસ્ત્રોની સ્વાધ્યાય કરતાં
જ્ઞાનની નિર્મળતા વધતી જાય, ને નવા નવા વીતરાગ ભાવો ખીલતા જાય,
અપૂર્વતત્ત્વનું શ્રાવણ કે સ્વાધ્યાય કરતાં એને એમ થાય કે અહો, આજે મારો દિવસ
સફળ થયો. છ પ્રકારના અંતરંગતપમાં ધ્યાન પછી બીજો નંબર સ્વાધ્યાયનો કહ્યો છે.
શ્રાવકને બધા પડખાંનો વિવેક હોય છે. સ્વાધ્યાય વગેરેની જેમ દેવપૂજા વગેરે
કાર્યોમાં પણ તે ભક્તિથી વર્તે છે. શ્રાવકને ભગવાન સર્વજ્ઞદેવ પ્રત્યે પરમ પ્રીતિ
હોય.....અહો, આ તો મારું ઈષ્ટ–ધ્યેય! એમ જીવનમાં તે ભગવાનને જ ભાળે છે.
હરતાં–ફરતાં દરેક પ્રસંગમાં તેને ભગવાન યાદ આવે છે. નદીના ઝરણાંનો કલકલ
અવાજ આવે ત્યાં કહે છે કે હે પ્રભો! આપે પૃથ્વીને છોડીને દીક્ષા લીધી તેની અનાથ
થયેલી આ પૃથ્વી કલરવ કરતી રડે છે ને તેના આસુંનો આ પ્રવાહ છે. આકાશમાં સૂર્ય–
ચન્દ્રને દેખતાં કહે છે કે પ્રભો! આપે શુક્લધ્યાન વડે ઘાતીકર્મોને જ્યારે ભસ્મ કરી
નાખ્યા ત્યારે તેના તણખાં આકાશમાં ઉડયા, તે તણખા જ આ સૂર્ય–ચન્દ્રરૂપે ઊડતા
દેખાય છે. અને ધ્યાનાગ્નિમાં ભસ્મ થઈને ઊડેલા કર્મના દળીયા આ વાદળાં રૂપે હજી
જ્યાંંત્યાં ઘૂમી રહ્યાં છે.–આવી ઉપમાવડે ભગવાનના શુક્લધ્યાનને યાદ કરે છે ને પોતે
તેની ભાવના ભાવે છે. ધ્યાનની અગ્નિ, ને વૈરાગ્યનો વાયરો, તેનાથી લા લાગી ને કર્મો
બળી રહ્યા છે તેના ધૂમાડા ઊડે છે. આ રીતે સર્વજ્ઞદેવને ઓળખીને શ્રાવકને એની
ભક્તિનો રંગ લાગ્યો છે. તેની સાથે ગુરુની ઉપાસના, શાસ્ત્રની સ્વાધ્યાય વગેરે પણ
હોય છે. શાસ્ત્રો તો કહે છે કે અરે, કાન વડે જેણે વીતરાગી સિદ્ધાંતનું શ્રવણ કર્યું નહિ ને
મનમાં તેનું ચિતન કર્યું નહિ, તેને કાન અને મન મળ્યા તે ન મળ્યા બરાબર જ છે.
આત્માની દરકાર નહિ કરે તો કાન ને મન બંને ગુમાવીને એકેન્દ્રિયાદિમાં ચાલ્યો જશે.
કાનની સફળતા એમાં છે કે સત્પાત્રદાનમાં તેનો ઉપયોગ થાય. ભાઈ, અનેક પ્રકારનાં
પાપ કરીને તેં ધન ભેગું કર્યું. , તો હવે પરિણામ પલટાવીને તેનો એવો ઉપયોગ કર કે
જેથી તારાં પાપ ધોવાય ને તને ઉત્તમ