આત્મિક સાધના માટેનું ઉત્તમ ઉદાહરણ આપી રહ્યું
છે. તીર્થંકરો ગણધરો–ચક્રવર્તીઓ વગેરે પુરાણ
પુરુષોનું પાવન જીવનચરિત્ર અને તેઓએ પૂર્વભવોમાં
કરેલી આત્મસાધના, શાસ્ત્રોમાં એનું વર્ણન વાંચતાં
પણ મુમુક્ષુને કેવો આહ્લાદ થાય છે!! તો એવી
આત્મસાધનાવંત જીવોનું જીવન પ્રત્યક્ષ જોવા મળે,–
સાથે રહેવાનું બને,–એ પ્રસંગે મુમુક્ષુના આહ્લાદની
શી વાત! હે ગુરુદેવ! આપના પ્રતાપે અમને એવો
સુયોગ મળ્યો છે....તેથી અમે તો એમ જ સમજીએ
છીએ કે આપની સોનેરી છાયામાં અમને આરાધનાનો
જ સોનેરી અવસર મળ્યો છે. આપના ચરણમાં
આરાધના પ્રાપ્ત કરીને અમારું જીવન ઉજ્વળ કરીએ
ને એ રીતે આપનો મંગળ–જન્મોત્સવ ઉજવીએ–એવી
ભાવનાપૂર્વક આપને નમસ્કાર કરીએ છીએ.