: ૪૦ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૨
કરે છે” આ વાક્યમાં કાંઈ ભૂલ છે?
ઉત્તર:– તે વાક્ય ખોટું છે ખરેખર શરીર જીવને દુઃખી કરતું નથી. પણ શરીર
પ્રત્યેનો જીવનો મોહભાવ છે તે જ જીવને દુઃખી કરે છે. જીવને સુખ–દુઃખ પોતાના જ
ભાવથી થાય છે, પણ શરીરથી સુખ–દુઃખ થતું નથી.
૭૮ પ્રશ્ન:– રાગદ્વેષ વધારે નુકશાન કરે છે કે રાગ–દ્વેષને પોતાનાં માનવા તે?
ઉત્તર:– રાગ–દ્વેષને પોતાનાં માનવા તે ઊંધી માન્યતા જ વધારે નુકશાનનું
કારણ છે. રાગ–દ્વેષ તે તો ચારિત્રનો દોષ છે અને રાગ–દ્વેષ તે તો ચારિત્રનો દોષ છે
અને રાગ–દ્વેષને પોતાનાં માનવા તે શ્રદ્ધાનો દોષ છે, શ્રદ્ધાનો દોષ સર્વદોષનું મૂળ છે.
મિથ્યાત્વ ટળતાં અનંતા રાગ–દ્વેષ ટળી જાય છે.
૭૯. પ્રશ્ન:– એક જીવ એમ માને છે કે....‘મારા ઉપદેશ વડે હું બીજાને ધર્મ
પમાડી શકું; તો તે જીવ સમ્યગ્દ્રષ્ટિ છે કે મિથ્યાદ્રષ્ટિ?
ઉત્તર:– તે મિથ્યાદ્રષ્ટિ છે, કેમ કે હું પરજીવોને સમજાવી શકું એમ તેની મિથ્યા
માન્યતા છે; એક જીવ બીજા જીવને કંઈ કરી શકતો નથી છતાં તે પરનું કર્તૃત્વ માને છે
તથા ઉપદેશના જડ શબ્દોનું કર્તાપણું માને છે–તેથી એમ નક્કી થાય છે કે તે મિથ્યાદ્રષ્ટિ
જ છે. જ્ઞાની ઉપદેશ આપે તેમાં તેને કર્તૃત્વબુદ્ધિ હોતી નથી.
૮૦. પ્રશ્ન:– સાચી વિદ્યા કઈ છે?
ઉત્તર:– સ્વ–પરના ભેદજ્ઞાનરૂપ વિદ્યા તે જ સાચી વિદ્યા છે. ને તે વિદ્યા મોક્ષનું
કારણ થાય છે.
વિદ્યાર્થી બંધુઓ,
જૈનદર્શનનું આવું તત્ત્વજ્ઞાન શીખવા માટે સોનગઢના ધાર્મિક શિક્ષણ વર્ગમાં
અભ્યાસ કરો.
जय जिनेन्द्र
જૈનદર્શન શિક્ષણવર્ગ
ઉનાળાની રજાઓ દરમિયાન સોનગઢમાં જૈન વિદ્યાર્થીઓ
માટેનો ધાર્મિક શિક્ષણવર્ગ તા. ૧પ મે ૧૯૬૬ વૈશાખ વદ ૧૦ (બીજી)
રવિવારથી શરૂ થશે અને તા. ૧પ જુન ૧૯૬૬ જેઠ સુદ ૧પ શુક્રવાર
સુધી ચાલશે. જે વિદ્યાર્થીઓ શિક્ષણવર્ગમાં આવવા ઈચ્છતા હોય તેમણે
નીચેના સરનામે સૂચના મોકલી દેવી અને વર્ગમાં સમયસર આવી જવું.
શ્રી દિ. જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ
સોનગઢ (સૌરાષ્ટ્ર)