Atmadharma magazine - Ank 271
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 46 of 81

background image
: વૈશાખ : ૨૪૯૨ આત્મધર્મ : ૩૯ :
સમ્યગ્જ્ઞાન તે મોક્ષનું કારણ છે. અનાદિથી જીવને મિથ્યાજ્ઞાન છે, જે જીવ સાચી સમજણ
કરે તેને સમ્યગ્જ્ઞાન થઈને અલ્પ કાળમાં મોક્ષ થાય મિથ્યાજ્ઞાની જીવ સદાય ‘પુણ્યથી
ધર્મ થાય અને શરીરાદિનું હું કરી શકું’ એમ માને છે પણ સમ્યગ્જ્ઞાની જીવ કદાપી
‘પુણ્યથી ધર્મ થાય કે શરીરાદિની ક્રિયા હું કરી શકું’ એમ માનતા નથી; આ રીતે
મિથ્યાજ્ઞાન અને સમ્યગ્જ્ઞાન વચ્ચે આકાશ–પાતાળ જેવડો મહાન તફાવત છે.
૭૩. પ્રશ્ન:– જેને વ્યવહાર ચારિત્ર હોય તેને ગૃહીત મિથ્યાત્વ હોય કે નહિ?
ઉત્તર:– જેને વ્યવહાર ચારિત્ર હોય તેને ગૃહીત મિથ્યાત્વ તો હોય જ નહીં;
અગૃહીત–મિથ્યાત્વ કોઈને હોય ને કોઈને ન હોય.
૭૪. પ્રશ્ન:– ગૃહીત મિથ્યાત્વ છૂટવાથી સમ્યગ્દર્શન થઈ શકે કે નહિ?
ઉત્તર:– બધા પ્રકારનું મિથ્યાત્વ છૂટે ત્યારે જ સમ્યક્ત્વ થાય; ફકત ગૃહીત
મિથ્યાત્વ છૂટવાથી જ સમ્યગ્દર્શન થઈ જતું નથી. પહેલાં ગૃહીત મિથ્યાત્વ છોડીને જો
આત્માની સાચી સમજણ વડે અગૃહીત મિથ્યાત્વને પણ છોડે તો જ સમ્યગ્દર્શન થાય છે.
ગૃહીત મિથ્યાત્વ છોડીને પણ જો પરાશ્રયબુદ્ધિથી સાચા દેવ–ગુરુ–શાસ્ત્ર તરફ જ રોકાઈ
જાય ને સ્વાશ્રિતદ્રષ્ટિથી સ્વસન્મુખ થઈ પોતાના આત્માની સાચી સમજણ ન કરે તો
તેને સમ્યગ્દર્શન થતું નથી. અને અગૃહીત મિથ્યાત્વ ટળતું નથી. ગૃહીત અને અગૃહીત
બંને મિથ્યાત્વ ટાળે તેને જ સમ્યગ્દર્શન થાય છે.
૭પ. પ્રશ્ન:– પહેલાં ગૃહીત મિથ્યાત્વ ટળે કે અગૃહીત?
ઉત્તર:– પહેલાં ગૃહીત મિથ્યાત્વ ટાળ્‌યા વગર અગૃહીત મિથ્યાત્વ ટળે નહિ.
કોઈને ગૃહીત અને અગૃહીત બંને સાથે પણ ટળી જાય; જેને ગૃહીત મિથ્યાત્વ હોય તેને
અગૃહીત મિથ્યાત્વ પણ હોય જ.
૭૬. પ્રશ્ન:– એક જીવ મિથ્યાત્વ સહિત શુભ ક્રિયામાં વર્તે છે અને એમ માને છે
કે મને આ ક્રિયાથી ધર્મ થાય છે; તે જ વખતે બીજો જીવ ક્રોધથી લડાઈ લડે છે અને તેને
આત્માની ઓળખાણ છે, તો આ બે જીવોમાંથી તે વખતે કોને વધારે બંધન થતું હશે?
ઉત્તર:– જે જીવ શુભરાગની ક્રિયાથી ધર્મ માને છે તે જીવને મિથ્યાત્વના પાપ
સહિત વધારે બંધન થાય છે કેમકે મિથ્યાત્વ જ મહા બંધનું કારણ છે. જ્ઞાની જીવને
લડાઈ વખતે પણ મિથ્યાત્વનું મહાપાપ તો બંધાતું જ નથી; સાચી શ્રદ્ધા હોવાને લીધે
લડાઈ વખતે પણ તેને આત્મભાન વર્તે છે ને સંસાર તૂટતો જાય છે. અજ્ઞાનીને વિપરીત
શ્રદ્ધા હોવાથી શુભરાગ વખતે પણ તે સંસાર વધારી રહ્યો છે. સાચી સમજણ વગર
આત્માને કોઈ રીતે લાભ થાય નહિ અને કર્મબંધન તૂટે નહિ મિથ્યાત્વ સેવનથી
આત્માને જે નુકશાન થાય છે તેટલું નુકશાન બીજી કોઈ રીતે થતું નથી.
૭૭. પ્રશ્ન:– આ શરીર જીવને દુઃખી