Atmadharma magazine - Ank 271
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 49 of 81

background image
: ૪૨ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૨
ભગવાન ઋષભદેવ
(તેમના છેલ્લા દશ અવતારની કથા)
(બ્ર. હ. જૈન)
(સોનગઢ જિનમંદિરમાં જે ઐતિહાસિક ચિત્રો
કોતરેલા છે, તેનો પરિચય આત્મધર્મમાં આપવાનું શરૂ
કરેલ, તે અનુસાર અંક ૧૭૭ થી ૧૮૦ સુધીમાં પાંચ
ચિત્રોની કથા આવી ગઈ છે. ભગવાન ઋષભદેવનો જીવ
ભોગભૂમિમાં બે મુનિઓના ઉપદેશથી સમ્યક્ત્વની પ્રાપ્તિ
કરે છે–તેનું ભાવભીનું દ્રશ્ય છઠ્ઠા ચિત્રમાં છે. પુરાણોનો
આ પ્રસંગ મુમુક્ષુને અતિ પ્રિય છે. આ પ્રસંગ તો પૂર્વના
સાતમા ભવમાં બન્યો, પરંતુ તેની કથાનો સંબંધ પૂર્વના
દશમા ભવથી શરૂ થાય છે; તેથી આપણે અહીં ઋષભદેવ
પ્રભુના દશ ભવોની કથા આપીશું. ઋષભદેવનો જીવ પૂર્વે
દશમા ભવે મહાબલ રાજા હતો, તે ભવમાં તેને
જૈનધર્મની પ્રીતિ થઈ,–અવ્યક્તપણે ધર્મનાં બીજ રોપાયા;
પછી આઠમા ભવે (વજ્રજંઘરાજાના ભવમાં) મુનિવરોને
આહારદાન દીધું; ત્યાંથી ભોગભૂમિમાં અવતર્યા; ત્યાં તે
સાતમા ભવમાં બે મુનિવરોના ઉપદેશથી સમ્યક્ત્વ ગ્રહણ
કર્યું. પાંચમા ભવે વિદેહક્ષેત્રમાં મુનિદશા પ્રગટ કરી; ત્રીજા
ભવે વિદેહક્ષેત્રે પુંડરગીરી નગરીમાં વજ્રનાભી ચક્રવર્તી
થયા ને દીક્ષા ધારણ કરીને તીર્થંકર પ્રકૃતિ બાંધી; ત્યાંથી
સર્વાર્થસિદ્ધિમાં જઈને પછી છેલ્લો ઋષભઅવતાર થયો.
આ બધા પ્રસંગોનું આલેખન અહીં ‘મહાપુરાણ’ ના
આધારે કરવામાં આવશે.–જે માત્ર બાળકોને જ નહિ પણ
આત્મધર્મના મોટા–નાના સમસ્ત પાઠકોને ગમશે અને
ધાર્મિક આરાધનાની પ્રેરણા આપશે.
–સં.