: વૈશાખ : ૨૪૯૨ આત્મધર્મ : ૪૩ :
(૧)
ઋષભદેવનો મહાબલરાજાનો ભવ અને જૈનધર્મના સંસ્કાર
અનાદિ સ્વયંસિદ્ધ એવા આ લોકની વચ્ચે મધ્યલોક છે; અસંખ્યાત દ્વીપ–
સમુદ્રોથી શોભાયમાન આ મધ્યલોકમાં વચ્ચે જંબુદ્વીપ છે, અને જંબુદ્વીપની વચમાં
જંબુદ્વીપના મુગટસમાન મેરૂપર્વત શોભે છે.
મેરૂપર્વતની પૂર્વે અને પશ્ચિમે ‘વિદેહદેશ’ છે; ત્યાંથી મુનિવરો કર્મરૂપી મેલનો
નાશ કરીને હંમેશા વિદેહ (–દેહરહિત–સિદ્ધ) થયા કરે છે તેથી તેનું ‘વિદેહ’ નામ સાર્થક
છે. આ વિદેહદેશોમાં શ્રી જિનેન્દ્રરૂપી સૂર્યનો સદાય ઉદય રહે છે, તેથી ત્યાં મિથ્યા
મતરૂપી અંધકાર કદી વ્યાપતો નથી.
આવા પશ્ચિમ વિદેહમાં એક ગંધિલ નામનો દેશ છે. તેની મધ્યમાં શાશ્વત
જિનમંદિરોથી સુશોભિત એવો વિજયાર્દ્ધપર્વત છે, અને તે પર્વત ઉપર અલકાપુરી
નામની નગરી છે. અતિબલ નામના વિદ્યાધર તે નગરીના રાજા છે. ધર્માત્મા અતિબલ
રાજાને એક દિવસ વૈરાગ્ય થતાં, પોતાના પુત્ર મહાબલને રાજ્ય સોંપીને તેણે જિનદીક્ષા
ધારણ કરી.
(આ ‘મહાબલ’ તે જ આપણા ચરિત્રનાયક ઋષભદેવનો જીવ.)
રાજા મહાબલને ચાર મંત્રીઓ હતા–મહામતિ, સંભિન્નમતિ, શતમતિ અને
સ્વયંબુદ્ધ. તેમાંથી સ્વયંબુદ્ધમંત્રી શુદ્ધ સમ્યગ્દ્રષ્ટિ હતા, ને બાકીના ત્રણે મંત્રીઓ
મિથ્યાદ્રષ્ટિ હતા.
એક દિવસ મહાબલ રાજાના જન્મદિવસનો ઉત્સવ થઈ રહ્યો હતો. તે વખતે
સભામંડપમાં રાજાને અતિશય પ્રસન્ન દેખીને મહાબુદ્ધિમાન સ્વયંબુદ્ધમંત્રીએ તેને
જૈનધર્મનો ઉપદેશ આપ્યો અને કહ્યું કે “હે રાજન્! આ રાજલક્ષ્મી વગેરે વૈભવ તો કેવળ
પૂર્વપુણ્યનું ફળ છે; આ ભવ અને પરભવમાં આત્માના હિતને અર્થે તમે જૈનધર્મનું સેવન
કરો. સ્વયંબુદ્ધમંત્રીની એ વાત સાંભળીને બીજા ત્રણ મિથ્યાદ્રષ્ટિ મંત્રીઓમાંથી એકે કહ્યું કે
પરલોક વગેરે કાંઈ છે જ નહિ; બીજાએ કહ્યું કે આત્મા સ્વતંત્ર તત્ત્વ જ નથી, એ તો
સંયોગી ક્ષણિક વસ્તુ છે; અને ત્રીજાએ કહ્યું કે આખું જગત્ શૂન્યરૂપ છે, આત્મા વગેરે કાંઈ
છે જ નહીં. –પરંતુ સ્વયંબુદ્ધ મંત્રીએ અનેક યુક્તિ અને દ્રષ્ટાંતોદ્વારા આત્માનું અસ્તિત્વ,
પરલોકનું અસ્તિત્વ, આત્માના ભલા–બુરાભાવોનું ફળ વગેરે સિદ્ધ કરી દીધું; અને એ રીતે
જૈનધર્મનો અતિશય મહિમા પ્રસિદ્ધ કર્યો. સ્વયંબુદ્ધના યુક્તિપૂર્વક વચનોથી સમસ્ત
સભાસદોને એ વિશ્વાસ થઈ ગયો કે આ જૈન ધર્મ જ વાસ્તવિક છે. આથી સભાજનોએ
તેમજ મહાબલ રાજાએ પણ પ્રસન્ન થઈને