: વૈશાખ : ૨૪૯૨ આત્મધર્મ : ૫૫ :
ઉત્તર:– શ્રીકૃષ્ણ આપણા નેમિનાથતીર્થંકરના પીતરાઈ ભાઈ હતા; તેઓ
અત્યારે ચોથા ગુણસ્થાનમાં છે, ને સમ્યગ્દર્શનવડે આત્માની આરાધના કરી રહ્યા છે
ને હવે પછીના ભવમાં તેઓ ભરતક્ષેત્રમાં તીર્થંકર થઈને મોક્ષમાં પધારશે–તે
ભાવિતીર્થંકરને નમસ્કાર હો.
દીપક જૈન દિલ્હી (સભ્ય નં. ૧૧૭)
પ્રશ્ન:– આપણે નમસ્કારમંત્રમાં પહેલાં અરિહંત ભગવાનને કેમ નમસ્કાર
કરીએ છીએ? સિદ્ધભગવાનને પહેલાં કેમ નથી કરતા?
ઉત્તર:– અરિહંતદેવ હજી સદેહે મનુષ્યપણે બિરાજમાન છે અને દિવ્યધ્વનિ
વગેરે દ્વારા વિશેષ ઉપકાર કરે છે, તેથી તેમને નમસ્કારમંત્રમાં પ્રથમ નમસ્કાર કર્યા
છે. આમ છતાં બધે ઠેકાણે આવો જ ક્રમ હોવો જોઈએ એવો કોઈ નિયમ નથી.
સમયસારમાં કુંદકુંદસ્વામીએ સિદ્ધભગવાનને નમસ્કાર કરીને શરૂઆત કરી છે.
षट्खंडागम પુસ્તક ૮ માં વીરસેનસ્વામીએ પહેલાં સાધુને, પછી ઉપાધ્યાયને, પછી
આચાર્યને, પછી અરિહંતને અને પછી સિદ્ધને–એ રીતે નમસ્કાર કર્યા છે.
પૂર્વાનુપૂર્વી, પશ્ચાનુપૂર્વી વગેરે ગમે તે ક્રમથી પંચપરમેષ્ઠી ભગવંતોને નમસ્કાર કરી
શકાય છે, તેમાં કોઈ દોષ નથી.
લલિત જૈન (સ. નં. ૧૬૯) જોરાવરનગરથી લખે છે કે–
આત્મધર્મ હું હંમેશ વાંચું છું, શૈલી અલૌકિક છે, વાંચતાં જાણે એમ લાગે છે
કે પૂ. ગુરુદેવનું પ્રવચન પ્રત્યક્ષ સાંભળીએ છીએ.
પ્રશ્ન:– વાચ્ય–વાચક તથા દ્યોત્ય–દ્યોતક સંબંધ તે બંનેમાં શું તફાવત?
ઉત્તર:– સામાન્યપણે બંને સમાન અર્થમાં વપરાય છે. (બાલવિભાગના
નાનકડા સભ્યોને આવા પ્રશ્નો અઘરા લાગે, બધા બાળકોને આનંદથી સમજાય–
તેવા પ્રશ્નો ઉપર વિશેષ લક્ષ આપીશું.)
દામોદર હંસરાજ જૈન (અમદાવાદ) લખે છે કે બાલવિભાગ વાંચી ઘણો
આનંદ થયો છે. આપે આત્મધર્મમાં બાલવિભાગ ખોલ્યો તેથી બાળકો ખૂબ જ
સારી