: ૫૪ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૨
‘જ્યારથી આત્મધર્મમાં બાલવિભાગની શરૂઆત કરી છે ત્યારથી હું ધર્મમાં વધુ
રસ લઈ રહ્યો છું.’–તમને ધન્યવાદ! અને હજી ઉત્સાહથી ખૂબ આગળ વધો.
ખેડબ્રહ્માના ગુણવંતલાલ જૈન પણ પોતાનો આનંદને ઉત્સાહ વ્યક્ત કરે છે;
અને લખે છે કે અમારા ગામમાં દિ. જિનમંદિર નથી તોપણ રોજ ભગવાનને
યાદ કરીને દર્શન કરીએ છીએ. ભાઈ, તમારા ગામમાં જિનમંદિર વેલુંવેલું થાય–એવી
ભાવના ભાવીએ. ભગવાનના વિરહમાં રોજ ભગવાનને યાદ કરો છો તે બહુ સારું છે.
કૈલાસ એમ જૈન જામનગર (સભ્ય નં. : ૬૬)
તમે લખી મોકલેલી પ્રાર્થના અહીં છાપી છે–
સર્વજ્ઞ પ્રભુ દેવાધિદેવ છો,
સાધકના આધાર પ્રભુ તમે છે;
ભવસાગરમાં નાવ અમારી
પાપ–પુણ્યમાં ડગમગ ડોલે...
નાવીક થઈ તમે પાર ઉતારો.....સાધકના૦
તમે છો ત્યાગી, તમે વિરાગી,
અરજ સૂણજો હે વીતરાગી,
જનમ–મરણ ફેરાને ટાળો....સાધકના૦
જો તુમ પધારો અમ અંતરમાં,
તો અમે જઈએ મુક્તિનગરમાં,
આનંદ માણીએ અમ સ્વરૂપમાં....સાધકના૦
નરેશ જે. જૈન (સભ્ય નં. ૩૦૦)
સમ્યગ્દ્રષ્ટિ વંદનાનું કવિ દીપચંદજીનું જે પદ તમે ‘રત્નસંગ્રહ’ માંથી ઉતારીને
લખી મોકલ્યું તે પદ સારૂં છે; લગભગ આસો માસમાં છાપીશું. પરંતુ ભાઈશ્રી, આવું
પદ જ્યાંથી ઉતાર્યું હોય તેનું નામ લખવું જોઈએ, તથા તેમાં ફેરફાર કરીને પોતાનું નામ
ઘૂસાડી દેવું ન જોઈએ. સાહિત્યની નીતિનો આ નિયમ સૌએ ધ્યાનમાં રાખવા જેવો છે.
તમારો પ્રશ્ન–શ્રીકૃષ્ણ અત્યારે ક્્યાં છે ને શું કરે છે?