: વૈશાખ : ૨૪૯૨ આત્મધર્મ : ૫૩ :
મોટા થઈ, સોનગઢ આવી, ધર્માત્માનો સત્સંગ કરી, આત્મજ્ઞાન પ્રાપ્ત કરી, સ્ત્રીપર્યાય
છેદી, દેવલોકનો અવતાર પૂરો કરી, ઉત્તમ મનુષ્ય થઈ, આરાધનાની ઉગ્રતા કરી,
રત્નત્રયધારી મુનિ થઈ, શ્રપકશ્રેણી માંડીને કેવળજ્ઞાન પ્રગટ કરો.–ઓછામાં ઓછું
આટલું કરો ત્યારે ભગવાન થવાશે–તો હવે આમાંથી એક પછી એક વસ્તુ જલ્દી કરવા
માંડો.
* બાલ બંધુઓ,
તમને સૌને “દર્શનકથા” નામનું ભેટપુસ્તક મોકલ્યું છે. વૈશાખ સુદ બીજ
સુધીમાં જેટલા સભ્યો થયા તે બધાયને પુસ્તક ભેટ મોકલ્યું છે; તથા બધાયના નામ
પણ આ આત્મધર્મમાં આવી ગયા છે. આમ છતાં–
(૧) જો તમે તમારું નામ બાલવિભાગના સભ્ય તરીકે મોકલ્યું હોય ને હજી
સુધી તમારું નામ છપાયું ન હોય તો ફરી લખી મોકલો. (એટલે તમારું નામ છાપીશું ને
ભેટપુસ્તક પણ મોકલીશું.)
(૨) તમારું નામ છપાયું હોય પણ ભેટપુસ્તક ન મળ્યું હોય તો પહેલી તારીખ
પછી અમને જણાવો. (સભ્ય નંબર સહિત પૂરું સરનામું લખો.)
(૩) તમે હજી સુધી સભ્ય ન થયા હો ને હવે થવા માંગતા હો તો થઈ શકાય
છે. (હવે ‘દર્શનકથા’ નાં ભેટપુસ્તક સીલકમાં નથી; કોઈ નવું ભેટપુસ્તક બહાર પડશે
ત્યારે બધાને મોકલીશું.)
સરનામું
સંપાદક: “આત્મધર્મ બાલ–વિભાગ
સોનગઢ (સૌરાષ્ટ્ર)
‘દર્શનકથા’ નું ભેટપુસ્તક વાંચીને તમે પણ હરરોજ જિનેન્દ્રભગવાનનાં દર્શન
કરવાની ટેવ પાડજો....જીવનમાં જિનેન્દ્રભગવાનને કદી ભૂલશો. મા તમારા મિત્રોનેય
એ વાર્તા વંચાવજો.
જયેશ જૈન અમદાવાદ (સભ્ય નં. ૩૭૨)
તમારું ઉખાણું મળ્યું, તે સારું છે, પરંતુ ‘આત્મધર્મ’ માં છાપી ન શકાય. નવીન
લખી મોકલજો.
અમદાવાદના સુધીરભાઈ લખે છે કે,