Atmadharma magazine - Ank 271
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 59 of 81

background image
: ૫૨ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૨
સભ્ય નં. (૩૧) ને માલુમ થાય કે,
આપે બંધનાં નિમિત્તકારણ વગેરે સંબંધી બે પ્રશ્નો પૂછયા; પરંતુ ભાઈશ્રી!
આપણા બાલવિભાગના તદ્ન સહેલા ત્રણ પ્રશ્નોના ઉત્તરમાં “જીવ કોને કહેવો” તે
સંબંધી પણ તમારી વ્યાખ્યા બરાબર નથી; માટે થોડો વખત આપ બાલવિભાગનો
ચીવટપૂર્વક અભ્યાસ કરો, ને પછી આપ સરસ મજાના પ્રશ્નો લખી મોકલજો. (અને
બંધના નિમિત્તની તપાસ કરવા કરતાં પ્રથમ મોક્ષના સાધનની શોધ કરશો તો વધુ
લાભ થશે.)
ઘનશ્યામકુમાર જૈન, લાતુર
પ્રશ્ન:– વિજ્ઞાનયુગના લોકો માને છે કે ચંદ્રલોકમાં કંઈ જ નથી, પરંતુ જૈનધર્મના
લોકો માને છે કે ત્યાં દેવો વસે છે, તો આમાં સાચું શું
ઉત્તર:– જૈનધર્મ કહે છે તે સાચું. આધુનિક વિજ્ઞાન અપૂર્ણ છે અને તે પોતે જ
સ્વીકારે છે કે અમારો અભિપ્રાય એ છેવટનો અભિપ્રાય નથી, નવી નવી શોધ થતાં
તેનો અભિપ્રાય બદલ્યા કરે છે. જૈન સિદ્ધાંતનું કથન એ સર્વજ્ઞદેવે જાણેલું છે. ચંદ્રલોકમાં
પહોંચવા બાબત પૂછયું તો જણાવવાનું કે, આત્માનું જ્ઞાન કર્યા વિના શુભ ભાવ કરીને
જે જીવ જ્યોતિષી દેવનું આયુષ બાંધે તે જીવ જરૂર ચંદ્રલોકમાં પહોંચી શકે. અને ત્યાં
પહોંચતાં તેને સેકંડથી પણ ઘણો ઓછો સમય લાગે. ત્યાં સરસ મજાના જિનમંદિરો
વગેરે છે. પરંતુ એટલુ્રં ધ્યાન રાખજો કે જે મનુષ્ય સમ્યગ્દ્રષ્ટિ–ધર્માત્મા છે તે કદી
ચંદ્રલોકમાં જતા નથી. (વળી તમને જાણીને આશ્ચર્ય થશે કે આ વિશ્વમાં ચંદ્ર એક જ
નથી, પણ અસંખ્યાતા ચંદ્ર છે. અત્યારના વિજ્ઞાનીઓ માને છે તેના કરતાં વિશ્વ ઘણું
ઘણું મોટું છે.)
જયશ્રી બહેન, રાંચી
તમારો પ્રશ્ન ઘણા દિવસથી આવેલ; આધુનિક વિજ્ઞાન સંબંધમાં અમને વિશેષ
માહિતી ન હોવાથી તેના ઉત્તર સંબંધી વિશેષ સ્પષ્ટીકરણ મેળવવા માટે તે પત્ર મુંબઈ
મોકલેલ, પરંતુ તે પત્ર તથા તેનો ઉત્તર વિલંબથી પ્રાપ્ત થયેલ છે. તેથી તે પ્રશ્ન અને
ઉત્તર આગામી અંકમાં આપીશું. કેમકે તેની સાથે કેટલાક ચિત્રો પણ આપવા પડશે.
બેંગલોરનાં ભારતીબેન (સભ્ય નં. ૧૩૨) લખે છે કે મને બાલવિભાગ બહુ
ગમે છે, મને ગુરુદેવ બહુ ગમે છે; ને મારે ભગવાન થવું છે તો શું કરવું? બેન! ઝટ ઝટ