Atmadharma magazine - Ank 271
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 58 of 81

background image
: વૈશાખ : ૨૪૯૨ આત્મધર્મ : ૫૧ :
મીનાબેન જૈન સોનગઢ
પ્રશ્ન:– (૧–૨) સંસારી જીવ દુઃખી કેમ છે? તેનાથી કેમ છૂટે?
ઉત્તર:– પરની રુચિ કરે છે માટે દુઃખી છે; આત્માની રુચિ કરે તો દુઃખથી છૂટે.
પ્રશ્ન:– (૩) આત્માની રુચિ કેમ થાય?
આત્મસ્વરૂપ જેણે અનુભવ્યું છે એવા સન્તોને ઓળખીને તેમની સેવા
કરવાથી આત્મરુચિ થાય.
પ્રશ્ન:– (૪) સિદ્ધ ભગવાનનું સ્વરૂપ કેમ દેખાય?
આત્મરુચિ કરીને નિજસ્વરૂપને દેખતાં સિદ્ધનું સ્વરૂપ દેખાય.
સુમતિબેન જૈન: સોનગઢ
પ્રશ્ન:– તીર્થંકર પ્રકૃતિ બાંધનાર મહાન આત્માથી ભક્તોને લાભ થાય ને?
ઉત્તર:– તે આત્માને પોતે ઓળખે અને તેમના જેવી આરાધના પોતે પ્રગટ કરે
તો જરૂર લાભ થાય.
शरदकुमार जैन उज्जैन
प्रश्नः– आत्माकी प्राप्तिका सुगम उपाय क्या है?
ઉત્તર:– જગત સંબંધી કોલાહલ છોડીને, જ્ઞાની કહે છે તે રીતે અંતરમાં છમાસ
સુધી આત્મસ્વભાવનો અભ્યાસ કરતાં જરૂર આત્મપ્રાપ્તિ થાય છે. ચાલો, આ ક્ષણથી
જ એ પ્રયત્ન શરૂ કરી દઈએ.–તો છ માસ પણ નહિ લાગે.
બિપિન એન. જૈન: હિંમતનગર (સભ્ય નં. ૩૮)
બાલ વિભાગમાં પ્રશ્ન તરીકે આપે ગણિતનો કોયડો મોકલ્યો; તેમાં શેઠનો એક
રૂા. ખોવાયો છે તે શોધી આપવાનું પૂછયું; શેઠનો રૂપિયો તો શેઠની પાસે જ છે; પરંતુ
ભાઈશ્રી, આપણો બાલવિભાગ કાંઈ શેઠનો રૂપિયો શોધવા માટે નથી. આપણો
બાલવિભાગ તો આત્માને શોધવા માટે છે. આત્માને શોધવામાં ઉપયોગી થાય એવું
લખાણ મોકલો. એકલા ગણિતને લગતા પ્રશ્નો બાલવિભાગ માટે ઉપયોગી નથી; વળી
બાલવિભાગના બધા સભ્યો કાંઈ ગણિત ભણેલા નથી, ઘણાય બાળકો તો હજી સાવ
નાના છે.