: ૫૦ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૨
“આત્મપ્રેમી” અકલંકભાઈ: સાબલી (સભ્ય નં. ૧૪૪)
પ્રશ્ન:– (૧) આત્મા એટલે શું?
(૨) આત્મા કેવડો હશે?
(૩) આત્મા કેમ દેખાતો નથી?
(૪) આત્માને દેખવા માટે કઈ વિદ્યા પ્રાપ્ત કરવી પડે? પ્રશ્ન સરસ છે;
ઉત્તર:– (૧) આત્મા એટલે આપણે પોતે.
(૨) આત્મા તો બહુ મોટો, સિદ્ધભગવાન જેવડો છે.
(૩) સમ્યગ્જ્ઞાનરૂપ વિદ્યા નથી માટે આત્મા દેખાતો નથી.
(૪) જ્ઞાની પાસેથી સમ્યગ્જ્ઞાન વિદ્યા ભણતાં આત્માને દેખી શકાય છે.
ને એવી વિદ્યા ભણીને આત્માને ઓળખવો–એ આપણા જીવનનું કર્તવ્ય છે.
આકોલાથી (સભ્ય નં. ૭૯) શૈલાબેન લખે છે–
મને ધર્મનો ઘણો રસ છે, રોજ હું ધર્મનો અભ્યાસ કરું છું.–બેન! તમને
ધન્યવાદ! તમારી જેમ આપણા બધા ભાઈ–બેનો નાનપણથી જ ધર્મમાં રસ લ્યે ને
ધર્મનો અભ્યાસ કરે તે માટે જ આપણો ‘બાલવિભાગ’ છે. ઘણા વડીલો પણ
ઉત્સાહપૂર્વક બાલવિભાગના વિકાસમાં સાથ આપી રહ્યા છે, તે હર્ષની વાત છે.
તમારો પ્રશ્ન:– મિથ્યાત્વ એટલે શું?
ઉત્તર:– મિથ્યાત્વ એટલે જીવને ઘણું જ દુઃખ આપનાર તેનો મોટો શત્રુ:
સમ્યક્ત્વની સાથે ભાઈબંધી કરતાં તે મિથ્યાત્વનો નાશ થાય છે. સમકિત સમાન મિત્ર
નથી ને મિથ્યાત્વ સમાન શત્રુ નથી. માટે સમ્યક્ત્વરૂપી મિત્રની ભાઈબંધી કરવી.
ચેતનાબેન જૈન: સોનગઢ
પ્રશ્ન:– ચૈતન્ય દ્રવ્યમાં અનંત ગુણરત્નોના દરિયા ઊછળે છે તો તે કઈ દ્રષ્ટિથી
દેખાય?
ઉત્તર:– અંતરની જ્ઞાનદ્રષ્ટિથી દેખાય; પોતે જ પોતાને દેખવા માટે જુદું સાધન
હોતું નથી.
પ્રશ્ન:– મારા આત્માની ચેતના, અને મારું નામ ‘ચેતના’ તે બેને કેટલો સંબંધ?
ઉત્તર:– પહેલી ચેતના ચેતન, ને બીજી ‘ચેતના’ જડ; એ બંનેનો એકબીજામાં
અભાવ હોવાછતાં માત્ર સંયોગસંબંધ છે, અથવા વાચ્ય–વાચક સંબંધ છે.