: વૈશાખ : ૨૪૯૨ આત્મધર્મ : ૪૯ :
પૂછયું તેનો જવાબ માંગરોળના ભરતભાઈના જવાબમાંથી જોઈ લેશો. પણ ભાઈ! જેને
‘જીવ’ નું ચિત્ર કરતાં આવડે તેને સુખના ઉપાયની તો ખબર પડે જ.
દીપક એમ. જૈન: સોનગઢ તથા યોગેશ જૈન: અમદાવાદ
તમે જ્ઞાન મેળવવાની, ભગવાન થવાની ને મોક્ષમાં જવાની ભાવના લખી, તથા
તે ભાવના તમે રોજ ભાવો છો–એમ લખ્યું–તે બદલ શાબાશી! તમારી બેન પાસેથી
આવી સરસ ભાવના તમે શીખ્યા તે સારૂં કર્યું. આ ભાવનાને જીવનમાં ભૂલશો નહિ.
ભારતની બધી બહેનો પોતાના ભાઈને આવી ઉત્તમ ભાવનાઓ શીખવે તો કેવું સારૂં!
નાનપણથી જ બાળકોમાં આવી ઉત્તમ ભાવનાના સંસ્કાર રેડાશે તે જીવનભર તેને
ઉપયોગી થશે.
અંજનાબેન જૈન: સોનગઢ
પ્રશ્ન:– (૧) મોક્ષ પામવો હોય તો શું કરવું?
(૨) સમ્યગ્દર્શન પામવું હોય તો શું કરવું?
(૩) આત્માને ઓળખવો હોય તો શું કરવું?
(૪) સંસારમાંથી મુક્ત થવું હોય તો શું કરવું?
ઉત્તર:– ચારે પ્રશ્નનો એક જવાબ “સ્વસન્મુખ પરિણતિ.”–હવે વળી તમને
પાંચમોપ્રશ્ન ઊઠે કે “સ્વસન્મુખ પરિણતિ કરવા શું કરવું?” તો કોઈ જ્ઞાની પાસે સાક્ષાત્
જઈને સમજી લેજો.
बडी सादडीमां सुजानमलजी मोदीजी ખાસ ઉત્સાહથી બાળકોને ધાર્મિક
શિક્ષણ આપે છે. આપણા બાલવિભાગ પ્રત્યે ખૂબ જ હર્ષ વ્યક્ત કરતાં તેમણે પચીસ
જેટલા સભ્યોનાં નામ લખાવી મોકલ્યા છે અને સાથે હિંદી–ગુજરાતી મિશ્ર ભાષામાં
લખ્યું છે કે ‘आत्मधर्म’ का प्रकाश करके भारतभरमें कुंदकुंद–कहानकी
विजयपताका फहराई....मुमुक्षु अनमोल झवेरात–मणिमय रत्न खरीद रहे
है...बालविभागमें छोटा छोटा व मोटा मोटा विद्यार्थीओंको सभ्य बनाववानी योजना
करीने પ્રશ્નોતર વગેરેથી પોષણ આપવાનું કર્યું તે વાંચીને અમને બડી પ્રસન્નતા થઈ છે
(મોદીજીની માફક ગામેગામના વડીલો બાળકોને ધાર્મિક અભ્યાસ કરાવવા માટેની
ઝુંબેશ ઉપાડે તો જૈનસમાજમાં એક નવી જ જાગૃતિ આવી જાય)