Atmadharma magazine - Ank 271
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 55 of 81

background image
: ૪૮ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૨
(૧) પૂર્વે પટરાણીના ભવમાં અંજનાએ જે સમ્યગ્દર્શન ગ્રહણ કર્યું તે દેવ–ગુરુ–
ધર્મની વ્યવહાર શ્રદ્ધારૂપ વ્યવહાર સમ્યગ્દર્શન સમજવું; એને પણ સમ્યગ્દર્શન કહેવાની
પદ્ધતિ પુરાણોમાં છે. અથવા–
(૨) તે વખતે સમ્યગ્દર્શન પામવા છતાં પાછળથી તેની વિરાધના થઈ ગઈ
હોય તોપણ આમ બને. (એવા પણ દાખલા બને છે.)
ભરતકુમાર બી. જૈન: મોટામીયા માંગરોળ (સભ્ય નં. ૧૩૪)
પ્રશ્ન:– સુખ પ્રાપ્ત કરવાનો સરળ ઉપાય શું?
ઉત્તર:– સરળ થઈને આત્માને ઓળખવો તે; કુંદકુંદસ્વામીના શબ્દોમાં કહીએ તો–
આમાં સદા પ્રીતિવંત બન,
આમાં સદા સંતુષ્ઠ ને
આનાથી બન તું તૃપ્ત,
તુજને સુખ અહો! ઉત્તમ થશે.
(સમયસાર ગા. ૨૦૬)
બાળકો, આ ગાથા મોઢે કરી લેજો. જીવનમાં સદા ઉપયોગી થશે.
વાડીભાઈ આર. શાહ વઢવાણ: કસ્તુરચંદ પી. શાહ જોરાવરનગર
ભગવાનના કલ્યાણકો તેમજ બીજી માહિતીઓ પ્રગટ કરવા સંબંધમાં આપની
સૂચના લક્ષમાં છે, ને યોગ્ય સમયે તેમ કરીશું. બધા ગામોના જિનમંદિરોમાં પૂજન
કાર્યક્રમ એકસરખો રાખવાનું શક્્ય નથી; ક્યા દિવસે કઈ પૂજા કરવી તે પૂજન
કરનારના ભાવઅનુસાર હોય છે.
ઉષાબેન શાહ, : મલાડ સભ્ય નં. ૧૦૭
આપે મોકલેલ ‘રામચરિત્ર’ અને ‘ઋષભચરિત્ર’ બંને મળ્‌યાં છે. આપના
ધાર્મિક અભ્યાસ અને સાહિત્યપ્રેમ માટે ધન્યવાદ. હમણાં તો ઋષભદેવ ભગવાનના દશ
ભવનું વર્ણન વિસ્તારથી આત્મધર્મમાં આપણે આ અંકથી જ શરૂ કરી રહ્યા છીએ,
એટલે તમારા લેખો લઈ નથી શકતા.
કમલેશ: રાજકોટ (સભ્ય નં. ૧પ૨)
કમલેશ ભૈયા! તમે લખો છો કે મેં જીવનું ચિત્ર દોર્યું છે! તો તે અહીં મોકલો તો
ખબર પડે કે કેવુંક ચીતરામણ તમે કર્યું છે! સુખી થવા માટે શું કરવું–એમ તમે