Atmadharma magazine - Ank 271
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 54 of 81

background image
: વૈશાખ : ૨૪૯૨ આત્મધર્મ : ૪૭ :
વાંચકો
સાથે
વાતચીત
સાધર્મી પાઠકોના વિચારોને વ્યક્ત કરતો આ વિભાગ
જિજ્ઞાસુઓને ગમ્યો છે; આ વિભાગ દ્વારા પાઠક અને સંપાદક વચ્ચેનો
સીધો સંપર્ક આત્મધર્મને વિકસાવવામાં સહાયરૂપ થશે. બાલવિભાગના
અનેક સભ્યોના પ્રશ્નો આવેલા તે પણ આ વિભાગમાં સમાવી દીધા છે.
બાળકોના હૃદયમાંથી ઊઠતા પ્રશ્નતરંગો પણ કેવા પ્રેરક હોય છે–તે અહીં
દેખાશે. આ વખતે, છેલ્લા બે માસમાં આવેલા લગભગ બધા પ્રશ્નો લીધા
છે, હવે પછી ખાસ મહત્વના પ્રશ્નોને જ સ્થાન આપી શકીશું. –સં.
ગુણવંત જૈન: સોનાસણ
પ્રશ્ન:– મારે મોક્ષ જવું છે પણ આ સંસારથી છૂટાતું નથી, તો શું કરવું?
ઉત્તર:– ભાઈ, મારે પણ તમારી જેવું જ છે; આપણે મોક્ષનો ઉપાય શરૂ કરી
દઈએ એટલે ઝટ સંસારથી છૂટી જઈશું.
નવીન દામોદર મોદી: અમદાવાદ
પ્રશ્ન:– જગતમાં જેટલા અજીવ પદાર્થો છે તે બધાને પુદ્ગલ કહેવાય?
ઉત્તર:– ના; જે અજીવ હોય ને સાથે રૂપી પણ હોય–તેને પુદ્ગલ કહેવાય.
નીલાબેન: અમદાવાદ
પ્રશ્ન:– સામાન્ય રીતે નિયમ છે કે, સમ્યગ્દ્રષ્ટિ જીવને બીજા ભવમાં સ્ત્રીપર્યાય દૂર
થઈ જાય છે, પરંતુ ‘બે સખી’ પુસ્તકમાં અંજનાસતી પહેલા ભવમાં પટરાણીપદમાં આર્જિકા
પાસેથી સમ્યગ્દર્શન પ્રાપ્ત કરે છે–છતાં પણ બીજા ભવમાં શા માટે સ્ત્રીપર્યાય રહી?
ઉત્તર:– તમારો પ્રશ્ન વ્યાજબી છે; આટલા ધ્યાનપૂર્વક વાંચન કરવા બદલ
ધન્યવાદ! સમ્યગ્દર્શન સહિત કોઈ જીવ સ્ત્રીપર્યાયમાં અવતરે નહિ એ નિયમ અખંડ
રાખીને ઉપરની વાતનું સમાધાન નીચેના બે પ્રકારે થઈ શકે–