Atmadharma magazine - Ank 271
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 65 of 81

background image
: ૫૮ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૨
અમે કોલેજમાં હોવા છતાં બાલવિભાગના પ્રશ્નોતરમાં ખૂબ રસ પડે છે.” ભાઈશ્રી,
આપની જેવા કોલેજિયન બંધુઓ જૈન–તત્ત્વજ્ઞાનમાં રસ લ્યે ને બાલવિભાગના સભ્ય
થાય તેને અમે ખુબ જ પ્રેમથી આવકારીએ છીએ. તમારા બધા કોલેજમિત્રોનેય સભ્ય
બનાવી દો.
દીપક અને રાજેન્દ્ર જૈન વડોદરા
તમે લખો છો કે મારે ભગવાન થવું છે ને રોજ સવારમાં ભગવાનના દર્શન
કરીને પછી બીજા કામ કરશું. તથા સોનગઢમાં અમને ઘણી જ મજા પડી ભૈયા! તમારી
ભાવના બદલ ધન્યવાદ! સોનગઢમાં તો કોને મઝા ન પડે? સૌને મજા આવે; –કેમકે
“જ્યાં જ્ઞાની વસે ત્યાં સૌને ગમે.”
પ્રશ્ન:– રાવણનું નામ ‘દશાનન’ તથા ‘રાવણ’ શાથી પડ્યું?
ઉત્તર:– ‘દશાનન’ એટલે દશ મસ્તકવાળો; રાવણ નવ મણિવાળો એવો ઉતમ
હાર પહેરતો કે તેમાં તેના મુખના નવ પ્રતિબિંબ દેખાતા, તથા દશમું મૂળ મસ્તક, એ
રીતે દશ મસ્તક દેખાવાને કારણે તેને ‘દશાનન’ કહ્યો. રાવણને માથું તો એક જ હતું,
પણ તે મહાન વિદ્યાધર હોવાથી દશ માથા કરવા હોય તો કરી શકે ખરા; અને એનું
નામ ‘રાવણ’ પડવા સંબંધમાં ‘પદ્મપુરાણ’ માં એમ આવે છે કે–એકવાર તે
કૈલાસપર્વત ઉપરથી પસાર થયો હતો ત્યાં વાલી મુનિરાજના પ્રભાવથી તેનું વિમાન
થંભી ગયું; તેથી ક્રોધિત થઈને તેણે વિદ્યાબળે તે મુનિ સહિત આખો કૈલાસપર્વત
ઉખેડીને દરિયામાં ફેંકી દેવાની ચેષ્ટા કરી. પર્વત નીચે જઈને પર્વતને ડગાવવા લાગ્યો
ત્યાં કૈલાસ પર ભરત ચક્રવર્તીએ બંધાવેલા રત્નમય જિનમંદિરોની રક્ષાના વિકલ્પથી
વાલી મુનિએ અંગુઠા વડે પર્વતને દબાવ્યો, ત્યાં પર્વત નીચે રાવણ પણ દબાયો ને રુદન
કરવા લાગ્યો તેથી તેનું નામ રાવણ પડ્યું! પછી પોતાની ભૂલના પશ્ચાત્તાપથી રાવણે
ક્ષમા માંગી ને કૈલાસ ઉપરના જિનાલયમાં જિનેન્દ્રદેવની ઘણી જ ભક્તિ કરી.
પ્રશ્ન:– રાવણ સીતાજીને હરી ગયો ત્યારે સીતાજીની શક્તિ ક્્યાં ગઈ?
ઉત્તર:– રાવણે સીતાજીનું હરણ કર્યું તે પ્રસંગનું વર્ણન પણ જુદી જુદી શૈલિથી
જોવામાં આવે છે. મહાપુરાણમાં એમ આવે છે કે રાવણે જ્યારે સીતાનું હરણ કર્યું ત્યારે
તેણે રામનું રૂપ ધારણ કર્યું હતું, એટલે સીતાને ખબર ન હતી કે આ રામ નથી પણ રાવણ
છે. વળી રાવણ પ્રતિવાસુદેવ (અર્ધચક્રવર્તી) હતો એટલે લક્ષ્મણ–વાસુદેવ સિવાય બીજું
કોઈ તેને જીતી ન શકે. રાવણનું મૃત્યુ લક્ષ્મણના હાથે થયું હતું, રામના હાથે નહિ.