Atmadharma magazine - Ank 271
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 66 of 81

background image
: વૈશાખ : ૨૪૯૨ આત્મધર્મ : ૫૯ :
તમારા પ્રશ્નોના ઉત્તરમાં બીજી ઘણી વાતો લખી શકાય તેમ છે, પરંતુ આ
વિભાગમાં વધુ વિસ્તાર થઈ શકે તેમ નથી. વધુ વિસ્તારથી લખવા બેસીએ તો આખું
પુરાણ લખવું પડે. હા, રાવણ સંબંધમાં એક વાત જાણવી જરૂરી છે કે તેણે એક
મુનિરાજ પાસે એવી પ્રતિજ્ઞા લીધી હતી કે કોઈ પણ સ્ત્રી ઉપર તેની ઈચ્છા વિરુદ્ધ
બળાત્કાર કરવો નહિ. અને, સીતાનું હરણ કર્યા પછી પણ રાવણ મહારાજાએ પોતાની
એ પ્રતિજ્ઞાનું દ્રઢપણે પાલન કર્યું હતું.
નીલાબેન, તરુણબેન અમદાવાદ, તમે મોકલેલ ધર્મનો કક્કો તથા ૧૧ થી ૨૦
ના અંક અને કાવ્ય મળેલ છે. તેમાંથી સારૂં લાગશે એટલું લઈશું.
એક ભાઈ–આપનો નામ વગરનો પત્ર મળ્‌યો. પત્રકારત્વના નિયમ અનુસાર
કોઈપણ પત્રમાં કે લેખમાં લેખકે પોતાનું નામ જણાવવું જરૂરી છે. પછી,–ભલે તે પ્રસિદ્ધ
ન કરવું હોય. બાલવિભાગ પ્રત્યે મમતા બતાવીને આપે લખ્યું કે બાળકોને તેનાથી
ખૂબજ પ્રેરણા મળે છે અને સભ્યોની સંખ્યા જોતાં બાળકોનું ખાસ પત્ર નીકળે એવો
પ્રસંગ આવશે. ભાઈ, આવા અધ્યાત્મ જૈનધર્મમાં હજારો બાળકો નાનપણથી જ
રસપૂર્વક ભાગ લ્યે, તેમના ધાર્મિક સંસ્કારો દ્રઢ થાય ને ખાસ બાળકો માટે જ ધાર્મિક
પત્રો કાઢવા પડે–એવી જાગૃતિ જૈનસમાજમાં આવે એ તો આપણી ભાવના છે; એવો
પ્રસંગ આવે એના જેવું ઉત્તમ શું?
આત્મધર્મ પાક્ષિક બને તો વધુ જાગૃતિનું કારણ થાય–એમ આપે જણાવ્યું; આ
ભાવના ઘણા જિજ્ઞાસુઓની છે. અત્યારે જૈનસમાજના મુખ્ય–મુખ્ય બધા પ્રત્રો
સાપ્તાહિક છે. એ દ્રષ્ટિએ આત્મધર્મનું માસિક પ્રકાશન ઘણું લાંબું પડે છે, પાક્ષિક થાય
તો જરૂર વિશેષ પ્રચારનું કારણ થાય. આ બાબત માનનીય પ્રમુખશ્રીની પણ ભાવના
હતી. આ સંબંધમાં જિજ્ઞાસુઓએ પ્રમુખશ્રી, જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ–સોનગઢને
લખવું જોઈએ તેમનો આદેશ થતાં તુરત આત્મધર્મનું પાક્ષિક–પ્રકાશન થઈ શકે.
તમે શરીરને દુષ્ટ કહીને એનાથી ચેતવાનું લખ્યું પરંતુ ભાઈશ્રી, એ તો બિચારું
જડ છે; તેના અંગે આત્મા દુષ્ટ પરિણામ કરે તો તેમાં એનો શો વાંક? અને તેમાં જ
રહીને આત્મા જો મોક્ષનું સાધન કરે તો પણ તે કયા ના પાડે છે? એ તો જે મોહ
પરિણામ કરે તેને મોહ પરિણામમાં નિમિત્ત થાય ને જે મોક્ષનું સાધન કરે તેને મોક્ષ
સાધનમાંય નિમિત્ત થાય. શરીરમાં રહીને જીવે શું કરવું તે તો પોતાને આધીન છે.