Atmadharma magazine - Ank 271
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 67 of 81

background image
: ૬૦ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૨
શૈલાબેન (આકોલા) લખે છે કે અમે મહારાષ્ટ્રમાં રહીએ છીએ, માંગીતુંગી તીર્થં
મહારાષ્ટ્રમાં આવેલું છે ને ત્યાંથી શ્રી રામ–હનુમાન વગેરે મોક્ષ પામ્યા છે તે જાણીને
ખુશી થયા છીએ. મહારાષ્ટ્રમાં માંગીતુંગી ક્્યાં આવેલું છે તે જાણવાની જિજ્ઞાસા થાય છે
તો જણાવશો.
ઉત્તર:– બોમ્બે–નાગપુર રેલ્વે લાઈન પર મનમાડ સ્ટેશનથી બસદ્વારા સટાણા
થઈને તારાબાગ ઉતરવું; ત્યાંથી છ માઈલ બેલગાડી દ્વારા માંગીતુંગી જવાય છે.
સૌરાષ્ટ્રમાંથી જવા માટે સુરત થઈ નવાપુર સ્ટેશન ઉતરી, ત્યાંથી બસદ્વારા શાકરી–
પીપરનેર થઈને દશવેલ ઉતરવું; દશવેલથી બેલગાડીદ્વારા ચાર માઈલ માંગીતુંગી જવાય
છે. મુંબઈથી જવા માટે નાશીકથી બસ મારફત તારાબાગ અથવા દશવેલ જવું ત્યાંથી
બેલગાડી દ્વારા જવાય છે. નંદરબાર અમલનેર ટ્રેઈનમાં ધૂલીયાથી બસમાં દશવેલ
ઉતરવું. વિશેષ માહિતી જે સ્ટેશનથી પ્રવાસ કરવાનો હોય ત્યાંથી મેળવી લેવી.
માંગીતૂંગી પહાડ સુંદર છે, તેનું ચઢાણ જરા કપરું છે. તેની યાત્રાનું વિશેષ વર્ણન મંગલ
તીર્થયાત્રા પુસ્તકમાંથી વાંચતા પ્રસન્નતા થશે.
બીજા એક કોલેજિયન બંધુ લખે છે–
(આત્મધર્મના ગતાંકમાં આપણા બાલવિભાગના સભ્ય નંબર ૬ નો પત્ર પ્રગટ
થયો હતો. એવા જ બીજા એક ઉત્સાહી કોલેજીયન બંધુ તરફથી અમને લખાણ મળ્‌યું છે.
તે ફત્તેપુરવાળા ચેતનકુમાર છોટાલાલ મહેતા તેઓ અમદાવાદની કોલેજમાં ફર્સ્ટ બી.
ફાર્મમાં અભ્યાસ કરે છે. વીતરાગમાર્ગની પ્રભાવના માટે તેમને તમન્ના છે. તેમના
લખાણમાંથી કેટલુંક અહીં આપ્યું છે–જે અમારા બીજા કોલેજિયનબંધુઓને પણ
પ્રેરણાકારી થશે. –સં
ક હે વ તો................
જુની.......... અને.......... નવી
(૧) મન હોય તો માળવે જવાય......
મુમુક્ષુતા હોય તો મોક્ષે જવાય
(૨) નાચવું ન હોય એટલે કહે કે આંગણું વાંકુ.....
પુરુષાર્થ કરવો નથી એટલે પાંચમ આરાનું બહાનું કાઢે છે.
(૩) પ્રસૂતિની પીડા વંધ્યા ક્્યાંથી જાણે?
આત્મિક આનંદના વેદનને અજ્ઞાની ક્્યાંથી જાણે?