: વૈશાખ : ૨૪૯૨ આત્મધર્મ : ૬૧ :
(૪) દાળ બગડી તેનો દિવસ બગડયો.....
ભાવ બગડયા તેનો ભવ બગડયો.
(પ) અરીસામાં તો જેવું હોય તેવું ઝળકે....
જ્ઞાનમાં તો જ્ઞેયપદાર્થો જેવા હોય તેવા જણાય.
(૬) પડી પટોળે ભાત.....ફાટે પણ ફીટે નહિ.....
લાગ્યો આત્મિક રંગ.....મરે પણ મીટે નહિં.
(૭) કમળો થયો હોય તે પીળું દેખે.....
ઊંધી દ્રષ્ટિવાળો પરને પોતાનું માને.
* * *
નાપાસ થયો ત્યારે........!
સ્વનું તત્ત્વજ્ઞાન ભૂલી, પરમાં રચ્યા પચ્યા રહી, દુઃખનું વેદન કરતાં,
ઉપયોગી છે તે નહિ ભણતાં, જે રસ કેળવવા જેવો છે તેની કેળવણી ન લેતાં,
આકુળતાથી ઊજાગરા કરી કરીને નહિ ભણવાનું ભણતાં, અથક પ્રયત્ને પણ જ્યારે
પુણ્યની કચાશને કારણે પરીક્ષામાં નિષ્ફળતા મળી ત્યારે મને મારી ભૂલ
સમજાઈ......જેટલો પ્રયત્ન આમાં કર્યો એટલો પ્રયત્ન સમ્યગ્જ્ઞાનવિદ્યા વડે આત્માને
જાણવા માટે ક્્ર્યો હોત તો?
મિત્રો, એટલું તો ચોક્કસ છે કે આત્મિક જ્ઞાનના અભ્યાસ વગરનું જે જીવન
જાય છે તે જ રીતે જો જીવન પસાર થઈ જાય તો જીવન નિષ્ફળ છે. જીવનની સફળતા
આત્મિક જ્ઞાનની વિદ્યા વડે જ છે. જીવનની જેટલી ક્ષણ આત્મવિદ્યાના અભ્યાસ માટે
સત્સંગમાં વીતે તે ક્ષણ સફળ છે. એના સિવાયનું બીજું બધું તો ‘ચેતન’ અનંતવાર કરી
ચૂક્્યો છે.
લોહચૂંબકથી લોઢું આકર્ષાય છે, સોનું નહિ; તેમ ભૌતિકસિદ્ધિથી સામાન્ય
મનુષ્યો આકર્ષાય છે, શુદ્ધ સમ્યગ્દ્રષ્ટિ નહિ.
“